પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં દિન પ્રતિ દિન રખડતા ઢોરોના વધી રહેલા અસહ્ય ત્રાસને નાથવા પાલિકાનો ઢોર ડબ્બો રીપેરીંગ કરાવી શહેરમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ઢોર પકડવાના બીજા દિવસે શહેર ના વિભિન્ન વિસ્તારોમાંથી 15 જેટલા આખલાઓ અને ગાયોને પકડી ઢોર ડબ્બે કરી પાવર હાઉસના વોર્ડ ઓફિસે લઈ આવ્યા હતા.
ત્યારે કેટલાક ઈસમોએ વોર્ડ ઓફિસ નું તાળું તોડી તમામ આખલાઓ અને ગાયોને છોડાવી ગયા હતા તો કેટલાક ઈસમો ગાયોને છોડાવી જતા વોર્ડ ઇન્સ્પેકટર ભરતભાઈ પટેલે નગરપાલિકાએ પોલીસ ફરિયાદ કરવા માટેનો રિપોર્ટ આપ્યો છે જેથી ટૂંક સમયમાં આ ઈસમો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની પણ પાલિકા દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ત્યારે આજરોજ બનેલા બનાવના સંદર્ભે પાલિકા તંત્ર દ્વારા હવે પછી ગાયો પકડવા માટે પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી હોવાનું પાલિકા સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.