પાટણ : પાસપોર્ટ ઓફિસમાં લાગણી દુભાતા થયો હોબાળો

પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવામાં એક અરજદાર ની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં અરજદાર પોતાનો પાસપોર્ટ કઢાવવા માટે પોસ્ટ ઓફિસમાં આવ્યા હતા.જ્યાં કર્મચારી દ્વારા અરજદારને કપાળમાં કરેલ તિલક કાઢી નાખવા જણાવ્યું હતું જે બાબતને લઈ હિન્દુ સંગઠનો દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ હોઈ આ બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.અને પોસ્ટ ઓફિસ સુપિ્રટેન્ડેન્ટને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

હિન્દુ સંગઠનોના અગેવાનો દ્વારા પાસપોર્ટ ઓફિસમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.આ બાબતે હિંદુ જાગરણ મંચના હિતેન્દ્ર રાવે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મની લાગણી દુભાય તે પ્રકારની આ ઘટના બની છે.

તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે.અને આ પ્રકારની ઘટના બીજી વાર ના બને તે માટે પોસ્ટના સુપિ્રન્ટેન્ડેન્ટને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવતા તેમણે બાહેધરી આપી હતી.