ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે ની જવાબદારી નિભાવી રહેલા સી.આર. પાટીલ ના કાર્યકાળને મંગળવારના રોજ એક વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ નાં કાયક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમોને અનુલક્ષીને પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા પાટણ તાલુકાના ખારીવાવડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

તો પાટણ શહેર નાં શ્રી પદ્મનાભ ભગવાનનાં મંદિર પરિસરમાં ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિત શહેર ભાજપના કાર્યકરો દ્વારા પણ ૧પ૧ જેટલા વૃક્ષાોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું હતું કે સી.આર. પાટીલના સુશાસનનું એક વર્ષ પૂર્ણ થતાં રાજયમાં વધુમાં વધુ વૃક્ષાોનું વાવેતર થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરુપે આજરોજ પદમનાભ વાડીમાં મોટીસંખ્યામાં વૃક્ષાોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જણાવી તેઓના સુશાસન દરમ્યાન પેટા ચૂંટણીઓ સહિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં વધુમાં વધુ સીટો મેળવવા બદલ તેઓના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024