Patan
પાટણ (Patan) માં 3 ફૂટ જગ્યા માટે ચન્દ્રસિંહ ઠાકોરે અગ્નિસ્નાન કર્યા બાદ પોલીસ બંને ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ત્યારે રામજી મંદિરના ટ્રસ્ટી મંદિરને તાળું મારી રફુચક્કર થઇ ગયા છે.
અરજદારના ભાઈ અશોકસિંહે જણાવ્યું હતું કે અમને લાગી રહ્યું છે કે પોલીસે ફરિયાદ યોગ્ય રીતે ન લખી આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે. જેથી ગુરુવારે એસપીને આગેવાનો સાથે લઈને મળવા ગયા હતા. પોલીસ કોઈ જગ્યાએ ઢીલાશ રાખી નથી અને ન્યાયિક તપાસ કરી જે કાર્યવાહી થતી હશે એજ કરીશું તેવી એસપીએ અમને હૈયાધારણા આપી છે.
આ પણ જુઓ : ગાંધીનગરમાં દેશના પહેલા હાઈટેક રેલવે સ્ટેશનનું નવા વર્ષે થશે ઉદ્ધાટન
પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે જમીન મામલે પાલિકામાં રજૂઆત કરી છે. હજુ સુધી અમારા સુધી આવી કોઈ રજુઆત આવી નથી. આ મામલો કલેક્ટરનો પણ છે. એમના સુધી કોઈ રજુઆત આવશે તો તેમની સૂચના આધારે ચોક્કસ યોગ્ય કાર્યવાહી થાય તે માટેના પ્રયાસ કરીશું. જે ઘટના બની તે ગંભીર છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.