Rajkot
રાજકોટ (Rajkot) માં ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટના કિસાનપરામાં 10 વર્ષથી એક જ ઓરડીમાં રહેતાં 3 યુવક-યુવતીને બહાર કાઢવામાં આવ્યા. નવિનભાઈ મહેતાનાં ત્રણ સંતાનો અંબરીશ, મેઘા અને ભાવેશ 10 વર્ષથી એક ઓરડીમાં પૂરાઈને રહેતા હતા.
સામાજિક સેવા કરતા સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ પર એક ફોન આવ્યો હતો કે એક રૂમમાં પૂરાઈને ત્રણ ભાઈ-બહેન રહે છે. કોઈ જાગૃત મહિલાએ આ માહિતી આપતાં જલ્પાબેને નવીનભાઈનો સંપર્ક કર્યો હતો. તેમણે બાળકોને બહાર કાઢવાના કાર્યમાં સહકારની ખાતરી આપતાં રવિવારે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન, તેમની ટીમ સાથે નવીનભાઈના ઘરે પહોંચ્યા હતા.
આ પણ જુઓ : અમદાવાદમાં પ્રવેશવાના 28 પોઈન્ટ પર સઘન ચેકિંગની વ્યવસ્થા
વારંવાર વિનંતી છતાં દરવાજો ના ખોલતાં દરવાજો તોડીને બે કલાકની જહેમત બાદ ત્રણેને બહાર કાઢવાંમાં આવ્યા હતાં. અંદર 42 વર્ષીય અમરીશ મહેતા, 39 વર્ષીય મેઘના મહેતા અને 30 વર્ષિય ભાવેશ મહેતા અઘોરી જેવુ જીવન જીવતા હોય એ રીતે પડેલાં જોવા મળ્યાં હતા. બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયેલા હતા જ્યારે બહેનના વાળ પણ અસ્તવ્યસ્ત હતા.
તેમના પિતા નવીનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, અમરીશ બી.એ., એલએલબી ડિગ્રી સાથેનો પ્રેક્ટિસ વકીલ હતો, જ્યારે મેઘના મનોવિજ્ઞાનમાં એમ.એ. અને ભાવેશ પાસે અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી છે અને તે ક્રિકેટ ખેલાડી હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.