Radhanpur

રાધનપુર નગરપાલિકા દ્વારા ખરાબ અને કેમિકલ યુક્ત પાણી છેલ્લાં 20 વર્ષ થી સાતુન ગામ તળાવ માં છોડવામાં આવે છે. ગામના લોકો દ્વારા આ બાબત એ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન વહીવટદારો દ્વારા કરવામાં આવતા ગ્રામજનો વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

રાધનપુર નગર અને જીઆઇડીસી ના ગંદા પાણીનો યોગ્ય નિકાલ ની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં નાં આવતા છેલ્લા વીસેક વર્ષ થી કેમિકલ યુકત ગંદુ પાણી રાધનપુર તાલુકાના સાતુન ગામનાં તળાવ માં જતું હોવાના કારણે તળાવનું પાણી ગ્રામજનો માટે બિન ઉપયોગી બની જવા પામ્યું છે.

તળાવ માં આવતું ગંદુ પાણી કેમિકલ યુકત પાણી બાબતે ગામનાં લોકો દ્વારા રાધનપુર નગરપાલીકા તેમજ જિલ્લા કલેકટર ને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈજ નક્કર કામગીરી કરવામાં નાં આવતા આજે તળાવ નાં પાણીમાં અસહ્ય દુર્ગંધ આવી રહી છે.

ગામના આગેવાન પબજીભાઈ ડોડીયા એ જણાવ્યું હતું, કે કેમિકલ યુકત ગટર નાં પાણી તળાવમાં આવતા તળાવ નું પાણી ઢોરો ને પણ પીવા લાયક રહ્યુ નથી. જ્યારે માણસો ને આ પાણીથી ચામડી નાં રોગો થાય છે.નગર પાલિકા ની ઘોર બેદરકારી નાં કારણે આવતા ગટર નાં પાણી થી ગામની મોટા ભાગની જમીન ખેતી લાયક રહી નથી.જેને કારણે ગ્રામજનોને હિજરત કરવાનો વારો આવી આવશે તેવુ પથુભાઈ ડોડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગામ તળાવ માં રાધનપુર શહેર તેમજ જીઆઇડીસી નું કેમિકલ યુકત ગંદુ પાણી આવતું રોકવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનો ની ગામનાં લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024