હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન બીએડ અને એમએડ કોલેજોમાં બેફામ ઉઘરાવતી ફી ને લઈને આજરોજ પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી.
પાટણ યુનિવર્સીટીમાં એનએસયુઆઇ દ્વારા છેલ્લા ઘણા સમયથી બીએડ અને એમ.એડ કોલેજો દ્વારા ઉઘરાવવામાં આવતી બેફામ ફી ઉપર લગામ આવે તેવી માંગ સાથે અગાઉ પણ કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં આજદિન સુધી આ બાબતે કોઈપણ જાતનો હકારાત્મક નિર્ણય લેવામાં ન આવતા આજે ફરીથી પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા યુનિવર્સીટી બહાર સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
અને ત્યારબાદ કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.અને જો આ બાબતે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈ આવી કોલેજો સામે પગલાં ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પાટણ જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ દાદુજી ઠાકોરે આપી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.