સાંતલપુરના ઝઝામ ગામ નઝીકથી પસાર થતી બ્રાન્ચ કેનાલમાં અટકાવ્યુ પાણી…
સિંચાઈ માટે છોડવામાં આવેલું પાણી અટકાવ્યુ, નર્મદા વિભાગ દ્વારા જ અટકાવ્યુ પાણી…
કેનાલ પરથી ભારે વાહન પસાર કરવાનું હોવાથી અટકાવ્યુ પાણી…
સિંચાઈ માટે પાણી પુરવઠા મંત્રીએ નર્મદા કેનાલમા પાણી છોડવાનો કર્યો છે આદેશ…
સાત દિવસ સુધી નર્મદા કેનાલમા સિંચાઈ માટે પાણી છેડવાનો કર્યો છે આદેશ…
સાંતલપુર નર્મદાની KBC બ્રાન્ચ કેનાલ પરથી ભારે વાહન પસાર કરવાનું હોવાથી કેનાલમાં બોરીબંધ કરીને પાણી અટકાવવામાં આવ્યું છે જેના પગલે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ભારે વાહન પસાર કરવાની સમયવિઘિ પૂર્ણ થવા છતાંય વાહન હજુ કેનાલ પાર ન થતા કેનાલમાં પાણી રોકી રાખવામાં આવ્યું છે.
પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે નર્મદાની નહેરમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે અને સાત દિવસ સુધી નર્મદા કેનાલમા સિંચાઈ માટે પાણી છેડવાનો કર્યો છે આદેશ તેમ છતાં પાણી ન છોડતા ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે.