Patan

પાટણ (Patan) શહેર મહિલા કોંગ્રેસની કાર્યકરોએ ડુંગળી બટાકાના વધતા ભાવને પગલે ભાજપના કાર્યક્રમમાં અનોખો વિરોધ કર્યો હતો. ડુંગળી બટાકાના વધતા ભાવનો વિરોધ અર્થે મહિલા કોંગ્રેસના કાર્યકરો ડુંગળી બટાકાની ટોપલી લઈ ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ સુધી પહોંચી ગઈ હતી અને ટોપલી પકડાવવાનો પ્રયાસ કર્યો હતો.

પાટણના જીલ્લા ભાજપ કાર્યલય ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખના પદગ્રહણ સમારંભ યોજાયો હતો. જેમાં મહિલા કોંગ્રેસની ભૂમિકાબેન પટેલ સહિતની કાર્યકરો ટોપલીમાં ડુંગળી બટાકા સાથે સ્ટેજ સુધી પહોંચી ગઈ હતી.એટલુંજ નહિ પરંતુ પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈને ટોપલી પકડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આ પણ જુઓ : મરિયમ નવાઝનો આક્ષેપ: હું જેલમાં હતી ત્યારે ઇમરાન ખાને બાથરૂમમાં પણ કેમેરા મૂક્યા હતા

આ રીતે મહિલા કોંગ્રેસની કાર્યકરોએ ડુંગળી બટાકાના વધતા ભાવનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમથી પાટણમાં રાજકીય માહોલ ગરમાયો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024