કમ્યુનિટી હેલ્થ આપની સૌની જવાબદારી છે. -જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકી
૨૫ એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ – શૂન્ય મેલેરિયા પહોંચાડવાનો સમય,રોકાણ,નવીનતા,અમલીકરણ થીમ પર “વિશ્વ મેલેરીયા દિવસની” ઉજવણી કરાઇ.
શૂન્ય મેલેરિયા પહોંચાડવાનો સમય, રોકાણ, નવીનતા,અમલીકરણ થીમ આધારીત “મેલેરીયા મુકત ગુજરાત” અંતર્ગત લોકોમાં વધુમાં વધુ લોકજાગૃતિ આવે તે હેતુસર સ્વર્ણિમ હોલમાં વિશ્વ મેલેરીયા દિવસની” જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ડી.એમ.સોલંકી અને વિભાગીય નિયામક ડૉ.એસ. કે. નિયામક ના માર્ગદર્શન અને રાહબરી હેઠળ આજરોજ “વિશ્વ મેલેરીયા દિવસની” ઉજવણી કરવામાં આવી.
લોકજાગૃતિ અન્વયે લોકોની સહભાગીદારીથી આપણે સૌ મેલેરિયાના એનોફિલિસ મચ્છરની ઉત્પત્તિ અટકાવીએ, કોઈપણ તાવ મેલેરિયા હોઈ શકે જેથી તાવ આવે તો તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્ર તેમજ આરોગ્ય કાર્યકર, આશા બહેનોનો સંપર્ક કરી લોહીનો નમુનો આપી મેલેરિયાનું નિદાન કરાવી મેલેરિયાની સંપૂર્ણ સારવાર લેવાથી મેલેરિયા દર્દી મેલેરીયા રોગથી મુક્ત થઈ શકે છે અને મેલેરિયાને ફેલાતો અટકાવી શકીએ છીએ. પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકામાં 1997 માં મલેરિયાને લીધે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવતા 2011 થી મલેરિયાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
પાટણ જિલ્લામાં 2011 માં મલેરિયાના કેસોની સંખ્યા 2757 હતી પરંતુ વહીવટી તંત્રના અસરકારક પગલાંને લીધે 2022 માં માત્ર 24 જ કેસ છે. કેસોની સંખ્યાઓ ઘટાડવવા માટે સર્વેલન્સ કામગીરી સઘન બનાવવામાં આવી. મ.પ.હે.વ.તથા ફી. હે.વ. દ્વારા તાવના કેસોની સ્લાઇડ લઈને 24 કલાકમાં પ્રા. આરોગ્ય કેન્દ્રમાં પહોચાડવામાં આવે છે. આશા બહેનો દ્વારા તાવના કેસોની સ્લાઇડ લેવામાં આવે તેમજ પોરાનાશક કામગીરી કરવામાં આવી તહી છે. આ માટે લેબ. ટેક દ્વારા 48 કલાકમાં નિદાન કરવામાં આવે જો મેલેરિયા પોઝિટિવ જાહેર થાય તો 72 કલાકમાં આરોગ્ય કાર્યકર તેમજ આશાબહેનો દ્વારા સંપૂર્ણ સારવાર તેઓના ઘરે કરવામાં આવે છે. પાટણ જિલ્લામાં તાલુકા કક્ષાએ હેચરી બનાવવા માટેનું આયોજન પણ કરવામાં આવી રહેલ છે. રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ તેમજ સેન્સિટિવ તાલુકાઓમાં ત્રણ વર્ષમાં 76500 દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ તેનાથી પાટણ જિલ્લાને શૂન્ય મેલેરિયાના લક્ષ્યાંક સુધી લઈ જવામાં સરળતા રહેશે.
“વિશ્વ મેલેરીયા દિવસની” ઉપલક્ષે વિભાગીય નાયબ નિયામક એસ.કે.મકવાણાએ જણાવ્યુંકે પાટણ જિલ્લામાં શૂન્ય મેલેરિયાના હેતુને સાર્થક કરવા માટે લોકોની ભાગીદારી ખુબજ જરૂરી છે. આજે કોમ્પરોહેનસીવ પ્રયાસથી પાટણ જિલ્લામાં સફળતા મળી રહી છે. તેઓએ જણાવ્યું કે ક્રોસ વેરીફીકેસન, ઇમ્પલિમેન્ટેસન, સર્વેક્ષણ દ્વારા 2024 માં મલેરિયા મુક્ત ગુજરાતની સાથે પાટણ જિલ્લામાં આગામી સમયમાં 2030 પહેલા મલેરિયા મુક્ત થાય તે અંગે શુભેચ્છાઓ આપી હતી. “વિશ્વ મેલેરીયા દિવસની” કાર્યક્રમને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકીએ કહ્યું કે આજે મેલેરીયાના ઉન્મૂલન માટે વિશ્વમાં ભારત દેશમાં રાજ્યમાં અને ગામડામાં પ્રયાસો થતાં હોય છે તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવતા હોય છે. કમ્યુનિટી હેલ્થ આપની સૌની જવાબદારી છે. આરોગ્યના કર્મચારીઓ ગ્રાસરૂટે કામ કરે છે તેમાં જો લોકભાગીદારી કરવામાં આવશે તો તેમના પરિણામ બહુજ સારા મળશે ઉપરાંત ફિલ્ડમાં જતાં કર્મચારીઓ પણ એવરનેસ ફેલાવવાનું કામ કરે તે હિતાવહ છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, વિભાગીય નાયબ નિયામક ગાંધીનગર ડૉ. એસ.કે મકવાણા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. રાજેશ ઠક્કર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડૉ. વી.એ પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ ડી.એન.પરમાર, જિલ્લા મેલેરીયા અધિકારી / જિલ્લા રોગચાળા અધિકારી ડૉ એન.કે ગર્ગ, તમામ તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિતિ રહ્યા હતા.