પાટણ : યોગ ટ્રેનર્સ તથા કલા ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૦૦ મહિલાઓ દ્વારા યોગ નિદર્શન અને સૂર્ય નમસ્કાર

જીલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા યોગ ટ્રેનર્સ તથા કલા ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું

પાટણના શૈલજા બંગ્લોઝ ગાર્ડન ખાતે જીલ્લા રમતગમત અધિકારીની કચેરી અને યોગ બોર્ડ સંચાલિત યોગ સેન્ટરો દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત શૈલજા બંગ્લોઝ ગાર્ડન ખાતે સવારે ૦૫.૩૦ કલાકે ૧૦૦ જેટલી મહિલાઓ દ્વારા યોગ નિદર્શન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહિલાઓ દ્વારા રસ્સા ખેંચની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જિલ્લામાં યોગ સેન્ટર ચલાવવાની સારી કામગીરી કરનાર અદિતિ પટેલ અને રન્ના પટેલનું જિલ્લા વહિવટી તંત્ર વતી જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કલા ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મીનલ પ્રજાપતિ, ખ્યાતિ નાયક અને પૂજા રબારીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિરેન્દ્ર પટેલ, શિવાનંદ આશ્રમના યોગાચાર્યશ્રી ઈશ્વરભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.