સિદ્ધપુર : કોંગ્રેસ દ્વારા “ન્યાય યાત્રા” અંતર્ગત બહાર પાડવામાં આવેલ ફોર્મ ભર્યા.

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા સાહેબ ના આદેશ અનુસાર સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે AICC ના મંત્રી અને ગુજરાત ના સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલજી ની અધ્યક્ષ સ્થાને “ન્યાય યાત્રા” અંતર્ગત કોરોના મહામારી.

અંતર્ગત મૃત્યુ પામેલા લોકોને સરકાર તરફની વળતર મળે અને તેમના પરિવારજનો ને ન્યાય મળે તે અંગે મૃતકોના પરિવારજનોને ની મુલાકાત લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા બહાર પાડવામાં આવેલ ફોર્મ ભર્યા.

સાથે પાટણ જીલ્લા પ્રભારી ગજેન્દ્રસિંહ રહેવત, સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાહેબ, સહ પ્રભારી રામજીજી ઠાકોર, પ્રદેશ મંત્રી જયદીપસિંહ ઠાકોર, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહિમભાઈ ચારોલીયા, મહેશભાઈ પરમાર, મહેબૂબ ખાન મલેક, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અંજનાબેન દિવાન, કારોબારી ચેરમેન આર.કે. ઠાકોર, તાલુકા પ્રમુખ હમીદભાઈ મોકનોજીયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર,

તેમજ તાલુકા/જીલ્લા કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા…