આજના યુગમાં ખરાબ દિનચર્યા અને અશુદ્ધ પાણી પીવાથી પથરીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. પથરી ના કારણે દર્દીએ અસહ્ય દર્દ સહન કરવું પડે છે. પથરી ઉમર જોઈને નથી આવતી સામાન્ય રીતે તે દરેક ઉંમરના વ્યક્તિમાં જોવા મળે છે.
પથરી શું છે ?
ઘણા લોકો પથરી થી અજાણ છે, પેશાબ ના કેલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના ટુકડા એકબીજા સાથે ભેગા મળીને લાંબા સમયે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જેને પથરી તરીકે ઓળખવામાં આવે છે.
પથરી ના લક્ષણો:
– પથરીના લીધે થતું દર્દ પથરી શરીર માં ક્યાં છે, તેની સાઇઝ કેવડી છે અને તે ક્યાં પ્રકારની છે તેના પર આધાર રાખે છે.
– પેશાબમાં લોહી આવવું
– ક્યારેક ઉલ્ટી કે ઊબકા થવા
– પેટ ની અંદર સતત દર્દ થવું
– પેશાબ માં ખુબજ બળતરા થવી
– મુત્રનલીકામાં પથારીના ફસાવતી પેશાબ નું બંધ થવું.
– પેશાબ માં પત્થર ના નાના નાના ટુકડા નીકળવા.
પથરી માટેના ઘરેલુ ઉપાય:
સૂકી દ્રાક્ષ પ્રાકૃતિક મૂત્રવર્ધક અને તેમાં પોટેશિયમ હોવાથી તેનો ઉકાળો કરીને પીવાથી પથરી નીકળી જાઈછે. સ્વરૂપે કાર્ય કરે છે.
સલાડ માં આપણે મૂળા ખાઈએ છીયે. પરંતુ મૂળાના બી પાણીમાં નાખી તે પાણી ઉકાળી ને પીવાથી પથરી મટી જાઈ છે.
ગોખરુનું ચૂર્ણ અને મધ સવારે અને સાંજે ખાવું અને ઉપરથી દૂધ પીવાથી પથરી મટી જાઈ છે.
જ્યારે તરસ લાગે ત્યારે પપૈયાના થડની છાલને પાણીમાં વાટીને ગાળી તે પાણી પીવું. જેનાથી પથરી મૂત્ર વાટે બહાર નીકળી જશે.
મકાઇ ના ભોડકા ને બાળી તેની રાખ સવારે અને સાંજે પાણી સાથે પીવાથી પથરી નીકળી જાઈ છે અને પેટ માં દુખાવો થતો નથી.
ખાંરો નાખી ને ઘઉં અને ચણાને ઉકાળીને પીવાથી પથરી ભાંગીને મૂત્ર વાટે નીકળી જાઈ છે.
લીંબુ નો રસ નારિયેળના પાણીમાં નાખી ને પીવાથી પથરી મટી જાઈ છે. રિંગણાનું શાક ખાવાથી પણ પથરી નીકળી જાય છે.
કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોવાથી તેનો રસ છાશ સાથે પીવાથી પથરી મૂત્ર વાટે બહાર નીકળી જાઈ છે.
પથરી મટાડવા માટે દૂધી ના બી રામબાણ ઈલાજ છે. તેના થી પેશાબ સાફ આવે છે. અને પથરી નીકળી જાઈ છે.