- અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે આનો કહેર ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે.
- અમદાવાદમાં કોરોના વાઈરસનો ચેપ દેખાય તો તેનો સામનો કરવા કોર્પોરેશન સજ્જ થયું છે. અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોઈ તાકીદની પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માસ્ક, સેનિટાઈઝર તેમજ જરૂરી દવા ટેન્ડર પ્રક્રિયામાં પડ્યા વગર જ ખરીદી લેવાની સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરને સત્તા આપી છે.
- વધુમાં સ્ટેન્ડિંગે સ્પષ્ટતા કરી છે કે, ડિપોઝિટ વગર જ તમામ ખરીદી થઈ શકશે અને આ ખરીદી માટે કોઈપણ પ્રકારના કરાર કરવાના રહેશે નહીં.
- જાહેરમાં થૂંકનારા સામે કોર્પોરેશને ઝુંબેશ ચાલુ રાખી ત્યારે પણ વધુ 1189 લોકોને પકડી પાડી તેમની પાસેથી 3.62 લાખનો દંડ વસૂલ કર્યો હતો.
- હેલ્થ વિભાગની ટીમ છેલ્લા ચાર-પાંચ દિવસથી ગંદકી ફેલાવનારાને પકડી રહી છે.
- સાવચેતી ના ભાગરૂપે રોડ, રસ્તા, ગટર, પાણી સહિતની ફરિયાદો માટે મ્યુનિ. કચેરી સુધી જવાને બદલે ઓનલાઈન કરવા લોકોને સલાહ આપવામાં આવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News