greek-cat-sanctuary-seeks-caretaker-to-live-with-55-cats

આ કેટ સેંચ્યુરી એજિયન સાગરમાં સ્થિત એક આઈલેન્ડ પર છે. એજિયન સમુદ્ર ભૂમધ્ય સાગરની ખાડી છે, જે યૂનાન (Greek) અને એંનાટોલિયન પ્રાયદ્વીપ (peninsula) વચ્ચે સ્થિત છે

ગ્રીસમાં મજાની JOB! બિલાડી સાથે રમવાનું, મળશે મોટી સેલરી, રહેવા-ખાવાનું FREE

કેટ સેંચ્યુરી એજિયન સાગરમાં સ્થિત એક આઈલેન્ડ પર છે.

જો ગ્રીસ ફરવાનું તમારૂ સપનું હોય અને બિલાડીઓનો શોખ હોય તો, આ જોબ તમારા માટે છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીસના કેટ સેંચ્યુરીને લિવ ઈન કેયરટેકરની જરૂરત છે. આ નોકરી એકદમ અલગ છે. આમાં બીજુ કઈ નથી કરવાનું, પરંતુ તમારે સમુદ્ર કિનારે બસ આઈલેન્ડ પર રહેતી 55 જેટલી બિલાડીઓ સાથે રોજ રમવાનું છે. આ જોબ માટે તમને મોટી સેલરી મળશે. આઈલેન્ડ પર જ બનેલા એક આલિશાન કોટેજમાં રહેવા અને ખાવાની સુવિધા પણ મફત મળશે.

આ કેટ સેંચ્યુરી એજિયન સાગરમાં સ્થિત એક આઈલેન્ડ પર છે. એજિયન સમુદ્ર ભૂમધ્ય સાગરની ખાડી છે, જે યૂનાન (Greek) અને એંનાટોલિયન પ્રાયદ્વીપ (peninsula) વચ્ચે સ્થિત છે. અહીં ગોડ્સ લિટિલ પીપુલ કેટ રેસક્યૂ નામથી એક કેટ સેંચ્યુરી બનેલી છે.

આ સેંચ્યુરીમાં 55 બિલાડીઓ છે. સેંચ્યુરી પ્રશાસન એક એવા વ્યક્તિની શોધમાં છે, જે બિલાડીઓનું ધ્યાન રાખી શકે. કેટ્સ સેંચ્યુરી તરફથી ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યું છે, લિટિક ગ્રીક આઈલેન્ડ માટે એક સ્પેશ્યલ પોઝિશનની વેકન્સી છે. જોબ ખુબ ખાસ છે, તમારે 55 બિલાડીઓ સાથે રમવાનું છે. આના માટે તમને સેલરી મળશે. આલીશાન કોટેજમાં રહેવા ખાવાનું ફ્રીમાં મળશે.

કેયરટેકરને શરૂઆતમાં 6 મહિનાના વોલિંટેયર પીરિયડ પર રાખવામાં આવશે. 6 મહિના બાદ 1200 યૂએસ ડોલર એટલે કે લગભગ 82 હજાર 914 રૂપિયા પ્રતિમાસ પગાર મળશે. જોબ પ્રોફાઈલ માટે તમારે માત્ર સેંચ્યુરીના સુંદર ગાર્ડનમાં બિલાડીઓ સાથે રમવાનું છે, અને તેમનું ધ્યાન રાખવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024