PM Modi

PM Modi

કોરોના વાયરસ માટે દુનિયાના ઘણા દેશોમાં વેક્સીન માટે કામ ચાલી રહ્યું છે. લોકો ખુબજ આશાથી વેક્સીનની રાહ જોઈ રહ્યાં છે. આ દરમિયાન પહેલા ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરી છે.

પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, જ્યારે પણ કોરોના વેક્સીન આવશે ત્યારે દરેક વ્યક્તિને લગાવવામાં આવશે. તેઓએ વિશ્વભરમાં ન્યૂ ઈન્ડિયા વિઝનને પણ દેશની સામે રાખ્યું છે. 

આ પણ જુઓ : આર્મેનિયાના પીએમના પત્ની અન્ના હકોબયાન પણ યુધ્ધમાં ઉતરશે,લઇ રહ્યા છે તાલીમ

પીએમ મોદીએ પોતાના ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, જેઓએ માત્ર સરકારનો દરેક રીતે વિરોધ કરવાનો છે, તે વિરોધ કરવા માટે કંઈ પણ કરી રહ્યાં છે. વેક્સીન જ્યારે પણ આવશે ત્યારે દરેક ભારતવાસીને આપવામાં આવશે. ઉપરાંત જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે, ગ્લોબલ સપ્લાય ચેનમાં ચીનનો વિકલ્પ કેવી રીતે બનીશું, તો તેના જવાબમાં તેઓએ કહ્યું કે, આપણો ઉદ્દેશ્ય કોઈ દેશનો વિકલ્પ બનવાનો નથી, પરંતુ એક એવો દેશ બનવાનો છે, જે અદ્વિતીય તક પ્રદાન કરી શકે છે.  

આ પણ જુઓ : વહુએ કરી સાસુની હત્યા, લાશને સળગાવવાનો પણ કર્યો પ્રયાસ

પ્રધાનમંત્રીએ The Economic Times ને એક ઈન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે, લોકડાઉન લોકોનો જીવ બચાવવામાં કારગત નીવડ્યું છે. તેમજ અર્થવ્યવસ્થા તેજીથી પાટા પર આવી ગઈ છે. ઉપરાંત તેમણે કહ્યું કે, તેઓ હજી પણ 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને લઈને આશાવાદી છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024