• ભારતીય આર્મીના જવાનોને વડાપ્રધાન મોદીએ એક ખાસ કામ માટે શાબાશી આપી છે. સાથે જ તેમણે લખ્યું છે કે, મને દેશની આર્મી પર ગર્વ છે. વડાપ્રધાન મોદીએ @ChinarcorpsIAના એક ટ્વિટને રિટ્વિટ કરીને આર્મીની પ્રશંસા કરી છે.
  • વડાપ્રધાન મોદીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર @ChinarcorpsIA તરફથી કરવામાં આવેલા એક ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું છે કે,
  • “આપણી સેના બહાદુરી અને પ્રોફેશનલિઝમ માટે જાણીતી છે. એટલું જ નહીં દેશની સેના તેના પરોપકારી ભાવ માટે પણ જાણીતી છે.
  • જ્યારે જ્યારે દેશના લોકોને મદદની જરૂર પડી છે ત્યારે દેશની આર્મી આગળ આવી છે અને તેનાથી શક્ય તમામ મદદ કરી છે.
  • મને દેશની સેના પર ગર્વ છે.
  • શમિમા અને તેના બાળકના સારા સ્વાસ્થ્ય માટે હું પ્રાર્થના કરું છું. “
  • જમ્મુ-કાશ્મીરમાં આર્મીના જવાનોના એક કાર્યની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.
  • વડાપ્રધાન મોદીએ પણ આ કાર્યની પ્રશંસા કરી છે.
  • હાલ જમ્મુ-કાશ્મીરમાં સતત બરફ વર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
  • ભારે બરફ વર્ષા વચ્ચે શમિમા ખાન નામની એક મહિલાને પ્રસૃતિની પીડા ઉપડી હતી. હાલત એવી ઉભી થઈ કે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવી પડે તેમ હતી. આ સમચાાર મળ્યા બાદ ભારતીય આર્મીના 100 જવાનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવાનું બીડું ઝડપી લીધું હતું.
  • બરફ વર્ષાને કારણે વાહન ચાલી શકે તેમ ન હતું. આથી ભારતીય આર્મીના 100 જેટલા જવાનો મહિલાને એક સ્ટ્રેચરમાં હોસ્પિટલ લઈ ગયા હતા.
  • 30 અન્ય લોકોએ પણ આર્મી જવાનોને સાથ આપ્યો હતો.
  • આર્મીના 100 જવાનો અને 30 અન્ય લોકો મહિલાને સ્ટ્રેચરમાં લઈને ચાર કલાક સુધી બરફમાં ચાલ્યા હતા.
  • તમામ લોકોએ મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડી હતી.
  • હોસ્પિટલ ખાતે ડૉક્ટરોએ મહિલાની ડિલિવરી કરાવી હતી.
  • હાલ મહિલા અને બાળક બંનેની તબિયત સારી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024