- અજય દેવગણ ની ફિલ્મ તાન્હાજી ધ અનસંગ વૉરિયર આજે ઇતિહાસ રચી દીધો છે.
- બોક્સ ઓફિસ પર આ ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઇ ગઇ છે.
- આ ફિલ્મને પહેલા દિવસથી જ જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો હતો. ત્રીજા અઠવાડિયે પણ તેની આ કમાણી ચાલુ રહી.
- ટ્રેડ એનાલિસ્ટ તરણ આર્દશે આ અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે વર્ષ 2020ની પહેલી 200 કરોડની ફિલ્મ બનીને તાન્હાજીએ ઇતિહાસ રચી દીધો છે.

- આ ફિલ્મે શુક્રવારે જ 5.38 કરોડનો વેપાર કર્યો હતો. અને તે મુજબ આ ફિલ્મનું કલેક્શન હવે 202.83 થઇ ગયું છે.
- ઓમ રાઉત નિર્દેશિત તાન્હાજી છત્રપતિ શિવાજી મહારાજના સૂબેદાર તાનાજી માલુસરેની જીવંતકથા છે. જેમાં અજયે તાન્હાજીનો રોલ ભજવ્યો છે.
- સૈફ અલી ખાને ઉદયભાનનો અને કાજોલ તાન્હાજીની પત્ની સાવિત્રીબાઇનો રોલ ભજવ્યો છે.

- શુક્રવાર ,24 જાન્યુઆરીએ કંગનાની પંગા અને વરુણ ધવનની સ્ટીટ ડાન્સર પણ રીલિઝ થઇ છે. પણ તેમ છતાં આ ફિલ્મ દમદાર પર્ફોર્મન્સ આપી રહી છે.
- પહેલા દિવસે પંગા 2.70 કરોડ તો સ્ટ્રીટ ડાન્સર 10.26 કરોડની કમાણી કરી ચૂકી છે.
- આ ફિલ્મને મહારાષ્ટ્રમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મે પહેલા દિવસથી સારું પ્રદર્શન સતત આપી ટૂંકા સમયમાં 200 કરોડની ક્લબમાં પોતાનું નામ જોડી દીધું છે. અને હજી પણ આવનારા સમયમાં આ ફિલ્મ સારું પ્રદર્શન કરશે તેમ મનાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News