Man Vs Wild: ડિસ્કવરીના એડ્વેન્ચર એપિસોડમાં PM મોદી જોવા મળશે, બેયર ગ્રિલ્સે ટીઝર લોન્ચ કર્યું, જુઓ વિડિઓ.

પોસ્ટ કેવી લાગી?

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવી સરપ્રાઈઝ લઈને સામે આવ્યા છે. ડિસ્કવરીના ખૂબ ચર્ચિત કાર્યક્રમ ‘Man Vs Wild’ના એક એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ સાથે અમુક એડ્વેન્ચર કરતાં જોવા મળશે. આ કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાઢ જંગલમાં ફરતા જોવા મળી રહ્યા છે.

Man Vs Wildના એન્કર બેયર ગ્રિલ્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ કાર્યક્રમનું ટીઝર લોન્ચ કર્યું છે. તેમણે લખ્યું છે કે, દુનિયાના 180 દેશોને વડાપ્રધાન મોદીનો એક અનોખો અંદાજ જોવા મળશે. તેમાં તેઓ મારી સાથે ભારતના જંગલ વિસ્તારોમાં ફરશે. આ દરમિયાન પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ મુદ્દે વાતો પણ કરશે.

વીડિયોમાં વડાપ્રધાન બિલકુલ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેઓ હસતા અને ચર્ચા કરતાં જોવા મળી રહ્યા છે. પીએમ શોના મિજાજ મુજબ સ્પોર્ટ્સ ડ્રેસઅપમાં છે અને ગ્રેલ્સની સાથે નાની બોટમાં નદી પાર કરતાં, જંગલને પાર કરતાં જોવા મળી રહ્યા છે. શિકાર અને અન્ય કામો માટે ગ્રેલ્સ પોતાના શોમાં જંગલમાં જ ઉપલબ્ધ વસ્તુઓથી ઉપકરણ બનાવે છે અને તેની પણ નાની ઝલક પ્રમોશનલ વીડિયોમાં જોવા મળી છે.

આ એપિસોડને 12 ઓગસ્ટે રાત્રે નવ વાગે પ્રસારિત કરવામાં આવશે. 45 સેકન્ડનો જે પણ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે તેમાં વડાપ્રધાન બેયર ગ્રિલ્સ તેમનું સ્વાગત કરતા જોવા મળે છે. વીડિયોમાં પીએમ મોદી બેયરને કહી રહ્યા છે કે, તમારા માટે હું આને (બાંબુ)ને મારી પાસે રાખીશ.

તેના જવાબમાં બેયર ગ્રિલ્સ કહે છે કે, તમે ભારતના સૌથી મહત્વના વ્યક્તિ છો તેથી તમને સુરક્ષીત રાખવાનું કામ મારું છે. સમગ્ર કાર્યક્રમમાં પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures