AIIMSમાં લાગી ભીષણ આગ
દિલ્હીમાં આવેલી AIIMSના ઇમરજન્સી વોર્ડમાં આગ લાગી છે. ઇમરજન્સી વોર્ડના પ્રથમ અને બીજા માળ ઉપર આગ લાગી છે. ફાયર બ્રિગેડના કર્મચારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બીજા માળે ઇમરજન્સી લેબની પાસે બીસી બ્લોકના તારમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના કર્મચારી 22 ગાડીઓ સાથે આગ ઓલવવાના કામમાં લાગી ગયા છે.
ઇમરજન્સી વોર્ડના દર્દીઓને બીજા વોર્ડમાં શિફ્ટમાં કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અન્ય લોકોને ધુમાડાથી બચવા માટે ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે. ઇમરજન્સી વોર્ડમાં વિજળી સપ્લાઇને રોકી દેવામાં આવી છે.
કહેવામાં આવે છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે. આગ લાગવાના કારણે ઇમરજન્સી વોર્ડમાં ઘણો ધુમાડો ફેલાઈ ગયો હતો. આ વર્ષે માર્ચમાં પણ એમ્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓપરેશન થિયેટરની નજીક આવેલ ટ્રોમા સેન્ટરમાં આગ લાગી હતી.