પતિ હતો બીમાર , તેણે ઘર ચલાવવા માટે પોતાની કુખ ભાડે આપી પછી શુ થયુ ?

પોસ્ટ કેવી લાગી?

અમદાવાદ
સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનને એલજી હોસ્પિટલમાંથી સુચના મળી કે તેમના વિસ્તારમાં આત્મહત્યા  કોશિસ મહિલાએ કરવા માટે ફિનાઈલ પી લીધુ છે અને સારવાર માટે એલજી હોસ્પિટલ લાવવામાં આવી છે, આ સુચના આધારે પોલીસે એલજી હોસ્પિટલ પહોંચી પણ ત્યાં સારવાર લઈ રહેલી મહિલાની આપવીતી સાંભળી પોલીસ અધિકારીઓ પણ ચૌંકી ઉઠયા હતા, પોલીસે મહિલાની ફરિયાદ આધારે કરણસિંહ ચાવડા સામે બળાત્કારની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
અમરાઈવાડી વિસ્તારમાં રહેતી આ પરણિતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, 2008માં આ પરણિતાના પતિને ગંભીર અકસ્માત થયો જેની સારવાર માટે તેને લાંબો સમય હોસ્પિટલમાં રહેવુ પડયુ હતું અત્યંત મધ્યવર્ગી પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી, આ અકસ્માતમાં બાદ સાજો થયેલો પરણિતાનો પતિ કામકાજ કરી શકે તેવી સ્થિતિમાં ન્હોતુ, તેના કારણે પરણિતાએ ઘ ચલાવવા માટે લોહી ખરીદતા લોકોના સંપર્કમાં આવી હતી, તે પોતાનું લોહી વેચતી હતી. આ દરમિયાન તેને કરણસિંહ ચાવડા નામનો વ્યકિત મળ્યો હતો, તેણે તેને કામ અપાવીશ તેવુ કહ્યુ હતું.
જો કે કરણસિંહને ઘણી હોસ્પિટલો સાથે સંપર્ક હતા, તેણે મહિલાને સ્ત્રી બીજ વેચવાનું કહ્યુ અને પૈસા ખાતર પરણિતાએ હમણાં સુધી 65 વખત પોતાનું સ્ત્રી બીજ વેચયુ હતું, આ દરમિયાન કરણસિંહએ મહિલાને સરોગસી મધર થવાની વાત કરી હતી, જેમાં તેને ચાર લાખ મળશે તેમ કહ્યુ હતું, આ પરણિતા તેના માટે પણ તૈયાર થઈ અને સરોગસી કરી તેણે એખ બાળકને જન્મ આપ્યો હતો, જો કે ત્યાર બાદ ચાર લાખ મળતા કરણસિંહે મહિલાને માત્ર એક લાખ જ આપ્યા હતા અને ત્રણ લાખ પોતે લઈ લીધા હતા, આ સંબંધો દરમિયાન અનેક વખત કરણસિંહ આ પરણિતા સાથે શરીર સંબંધ પણ બાંધી ચુકયો હતો.
પરણિતાએ જયારે પોતાના ત્રણ લાખની માગણી કરી ત્યારે કરણસિંહે તે પરણિતાને તેની વિડીયો કલીપ બતાડી રૂપિયા 10 લાખની માગણી કરી હતી, મહિલાએ પોતાની પાસે પૈસા નહીં હોવાનું જણાવતા કરણસિંહે પરણિતાને તેની યુવાન દિકરી એખ રાત માટે પોતાની પાસે મોકલી આપવા જણાવ્યુ હતું, પરણિતા ડરી ગઈ હતી બીજી તરફ આબરૂ જવાની બીક લાગતી હતી, અને પોતાની યુવાન દિકરીને પણ તેને બચાવવી હતી, કરણસિંહ સતત દસ લાખ માંગી રહ્યો હતો. આખરે પરણિતાએ કંટાળી જીવનનો અંત આણવા માટે ફિનાઈલ પી લીધુ હતું જો કે પડોશી મહિલાને આ અંગે જાણ થતાં તે સારવાર માટે પરણિતાને હોસ્પિટલ લઈ આવી હતી.

અમરાઈવાડી પોલીસ પરણિતાની ફરિયાદ આધારે કરણસિંહ ચાવડા સામે બળાત્કાર સહિત તેના પૈસા પડાવી લેવા અને છેતરપીડીની ફરિયાદ નોંધી છે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures