સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના શહેર દેવરિયા ખાતે સ્ટેશન રોડ પર સંચાલિત ત્રણ હોટલોમાં સોમવારે સ્થાનિક પોલીસે દરોડા પાડી 29 મહિલાઓ અને 27 પુરુષોની ધરપકડ કરી છે. ઘરવાળાઓને કંઈ પણ કહ્યા વગર હોટલમાં આવેલ આ યુવક-યવતીઓને જ્યારે પોલીસે પકડ્યા તો ગભરાઈ ગયા અને હાથ જોડી-પગ પકડી રીતસરના કગરીને માફીની માગ કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ તેઓ વારંવાર કહી રહ્યા હતા કે તેમનાથી ભૂલ થઈ છે, જવા દો. પરિવારના સભ્યો અને સંબંધીઓને જાણ થશો તો ઘણું અપમાન થશે. જોકે પોલીસે તેમની એકના સાંભળી અને સખ્તી બતાવી પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ ગઈ.
રિપોર્ટ પ્રમાણે આ પહેલા પણ દેવરિયા શહેરના સ્ટેશન રોડ પર આવેલી હોટલોમાં કેટલાક કપલ્સ પકડાયા હતા. હોટલોમાં યુવક-યુવતીઓના આઈડી પણ માંગવામાં આવતા નહોતા અને સરળતાથી રૂમ ઉપલબ્ધ કરાવી દેવામાં આવતું હતું.
મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક લોકોની ફરિયાદ પર પોલીસ દ્વારા કોઈ તજવીજ ન લેવાતા સ્થાનિકોએ એસપીને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી અને સોમવારે હોટલોમાં રેડ પાડી રંગરેલીયા મનાવતા કપલ્સની ધરપકડ કરી હતી.
આ તમામ પકડાયેલ લોકોમાં એક યુવતીએ પોલીસને ચોંકાવનારી વાત કહી. તેને કહ્યું કે બે દિવસ પછી તેના લગ્ન થવાના છે. લગ્ન પહેલા તેને પોતાના પૂર્વ પ્રેમીને મળવાનું વચન આપ્યું હતું એટલે તે તેને મળવા માટે આવી હતી.
પકડાયેલા લોકોમાં ઘણા લગ્નેત્તર સંબંધો ધરાવતા હોવાનું સૂત્રોએ જાણાવ્યું છે. કેટલાક એકબીજાને પતિ-પત્ની તો કેટલાક સંબંધો બગડશે એવા કારણો આપી પોલીસ સામે માફી આપી છોડવા માટે કરગરી રહ્યા હતા. પરંતુ પોલીસે સખ્ત રહી યુવક-યુવતીઓ સાથે પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.