પ્રાંતિજ PI પી.એલ.વાધેલા દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી ને પત્ર લખ્યો .
- રોડ સેફટી અને જરૂરી કાર્યવાહી કરવા પત્ર લખ્યો .
- રોડ ઉપર પડેલ ખાડા તથા વચ્ચે પડેલ વધારા માલ ઉઠાવી દેવા જણાવ્યુ .
- રોડ ની સાઇડ માં ઉભા કરેલ પિલ્લરો ઉપર રેડીયમ પટ્ટીઓ લગાવવા સુચના .
- રોડ ઉપર પડેલ પડી ગયેલા પિલ્લરો રોડ ઉપર થી ઉઠાવવા સુચના .
- ખાડાઓને લઈને અકસ્માતોનું પ્રમાણ વધતા પ્રાંતિજ પીઆઇ દ્વારા હાઇવે ઓથોરીટીને પત્ર લખ્યો .
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના PI પી.એલ.વાધેલા દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી ને રોડ ઉપર પડેલ ખાડા તથા રોડ વચ્ચે પડેલ પિલ્લરો હટાવવા તથા પિલ્લરો ઉપર રેડીયમ લગાવવા તથા ડાયવર્ઝન ઉપર પણ રેડીયમ લગાવવા લેખિતમાં રજૂઆત કરી.
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના PI પી.એલ. વાધેલા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ની હદ માં આવતી હોટલ આશીર્વાદ થી મજરા ચોકડી સુધી રોડ નું કામ ચાલુ હોય બન્ને સાઇડોમાં ખોદકામ કરેલ છે અને હાલ રોડ ના કામ ને લઈને બીજી બાજુ વરસાદ ને લઈને હાઈવે આઠ ઉપર ઠેરઠેર પડી ગયેલા મસમોટા ખાડાઓને લઈને તથા રાત્રીના અકસ્માતોમાં વધારો થતાં હાઇવે ઓથોરીટીને પત્ર લખી જાણ કરવામાં આવી છે. જેમાં હાઈવે ઉપર પડેલા ખાડાઓને તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવું તેમજ રોડ ઉપર પડેલ વધારાનું ડામર તથા કપચીનો વેસ્ટ કચરો ખસેડી લેવો તથા રોડ ઉપર પડેલા આડા અવરા પિલ્લરો લઈ લેવા તથા રોડ ઉપર ઉભા કરેલ પિલ્લરો રાત્રીના સમયે જોઇ શકાય તે માટે રેડીયમ મારવું તથા જે જગ્યાએ ડાયવર્ઝન આવે છે ત્યા પણ રાત્રીના સમયે દેખી શકાય તે માટે રેડીયમ વાળા બોર્ડ મુકવા અને રોડ ઉપર પડેલ ખાડા કે રોડ ઉપર પડેલ પિલ્લરો ને લઈને અને જો કોઇ અકસ્માત થશે તો જવાબદાર વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જેની નોધ લેવી .
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.