Global Times

UN

26 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાને સંબોધન કરવાના છે. આ જાણકારી ઉચ્ચ સ્તરીય બેઠક માટે વૈશ્વિક સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી વક્તાઓની સૂચિથી સામે આવી છે. આ વર્ષે વાર્ષિક મહાસભાનું સત્ર ઓનલાઈન માધ્યમથી આયોજિત થઈ રહ્યું છે સંયુક્ત રાષ્ટ્રના 75માં વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ બની રહ્યું છે. વૈશ્વિક નેતાઓ સત્ર માટે પહેલેથી રેકોર્ડ કરવામાં આવેલા વીડિયો વક્તવ્યોને સોંપી દેશે. 

આ પણ જુઓ : Uttarakhand border : ઉત્તરાખંડ સરહદે તણાવ, ભારતીય લશ્કરે વધુ જવાનો મોકલ્યા

સૂચિ મુજબ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેર બોલસોનારો પહેલા વક્તા છે. પરંપરાગત રીતે અમેરિકા સામાન્ય ચર્ચાના પહેલા દિવસે બીજા નંબરના વક્તા તરીકે હોય છે. સામાન્ય ચર્ચા 22 સપ્ટેમ્બરથી શરૂ થઈને 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. અમેરિકા સંયુક્ત રાષ્ટ્રનો મેજબાન દેશ છે. આ વર્ષે ટ્રમ્પ એકમાત્ર વૈશ્વિક નેતા હશે જે ડિજિટલ ઉચ્ચ સ્તરીય સભાને વ્યક્તિગત રીતે હાજર રહીને સંબોધન કરશે. 

આ પણ જુઓ : Pentagon એ ચીન વિશે કર્યો આ ચોંકાવનારો ખુલાસો

સૂચિ મુજબ તુર્કીના રાષ્ટ્રપતિ રબ તૈયબ એર્દોઆન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, ઈરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પહેલા દિવસે સંબોધન કરશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024