વડાપ્રધાન નરેન્દ્ર મોદી આફ્રિકા જવા રવાના , પ્રવાસમાં તેઓ ત્રણ દેશોની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આફ્રિકા જવા રવાના થયા છે. અહીંયા પાંચ દિવસના પ્રવાસમાં તેઓ ત્રણ દેશોની મુલાકાત લેશે. તેઓ સૌથી પહેલા રવાંડા જશે. કોઇ ભારતીય વડાપ્રધાનની રવાંડાની આ સૌપ્રથમ મુલાકાત છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આફ્રિકા જવા રવાના થયા છે. અહીંયા પાંચ દિવસના પ્રવાસમાં તેઓ ત્રણ દેશોની મુલાકાત લેશે. તેઓ સૌથી પહેલા રવાંડા જશે. કોઇ ભારતીય વડાપ્રધાનની રવાંડાની આ સૌપ્રથમ મુલાકાત છે. મોદી રાષ્ટ્રપતિ પોલ કાગામેને સામાજિક યોજનામાં મદદ તરીકે ભેટમાં 200 ગાય આપશે. તેને ત્યાંથી જ ખરીદવામાં આવશે. ત્યારબાદ મોદી 24 જુલાઈએ યુગાન્ડા જશે. ત્યાંથી તેઓ જોહાનિસબર્ગમાં 10મી બ્રિક્સ સમિટમાં સામેલ થવા માટે પહોંચશે.
મોદી બ્રિક્સમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરિલ રામાફોસા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. મોદીની જિનપિંગ સાથે ત્રણ મહિનામાં ત્રીજી જ્યારે પુતિનની બે મહિનામાં બીજી મુલાકાત હશે. આ પહેલા મોદી જિનપિંગ સાથે ચીનના વુહાન શહેરમાં અને ત્યારબાદ શાંઘાઈના સંમેલનમાં મળ્યા હતા. જ્યારે, પુતિન સાથે મે મહિનામાં રશિયાના સોચ્ચિમાં તેમની એક અનૌપચારિક મુલાકાત થઇ હતી. મોદી રવાંડામાં ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. બીજી બાજુ, બ્રિક્સ સમિટમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સહિત ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા થશે.