- 20 ફેબ્રુઆરી એટલે કે ગુરુવારે પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ 50 મિલિયન (પાંચ કરોડ)ને ક્રોસ કરી ગયા હતાં. જોકે, આ પહેલાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલીના ફોલોઅર્સ પચાસ મિલિયનનો આંકડો પાર કરી ગયો હતો. વિરાટ કોહલી પહેલો ભારતીય છે, જેના ઈન્સ્ટાગ્રામમાં 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.હાલમાં વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 50.2 મિલિયન ફોલોઅર્સ છે. વિરાટ તથા પ્રિયંકા બાદ ત્રીજા નંબર પર દીપિકા પાદુકોણ છે. દીપિકાના 44.2 મિલિયન ફોલોઅર્સ છે.
- વર્ષ 2019ના ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટમાં માત્ર પ્રિયંકા અને વિરાટ એમ બે ભારતીય સેલેબ્રીટીસના નામ સામેલ હતાં. આ લિસ્ટમાં એ વાતની માહિતી આપવામાં આવે છે કે સેલેબ્રીટીસ ઈન્સ્ટાગ્રામમાં પેડ પોસ્ટ દ્વારા કેટલી કમાણી કરે છે.
- ટ્વિટર પર નરેન્દ્ર મોદી ટોચ પર: ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ભારતીયમાં કોઈ બોલિવૂડ સ્ટાર્સ કે ક્રિકેટર્સ ટોચ પર નથી પરંતુ પીએમ નરેન્દ્ર મોદી છે. પીએમના 53 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારબાદ 40 મિલિયન ફોલોઅર્સ સાથે અમિતાભ બચ્ચન બીજા નંબર પર છે. પ્રિયંકા ચોપરાના 25.6 મિલિયન ફોલોઅર્સ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News