- રાજ્યમાં પાંચમી માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ સ્કૂલો 20 ફેબ્રુઆરીથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. બોર્ડે જણાવ્યું છે કે, શિક્ષણ બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી 20મી ફેબ્રુઆરીથી સ્કૂલો ઇન્ડેક્સ નંબર, સ્કૂલનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઈડીથી લોગ ઇન કરી ડાઉનલોડ કરી શકશે.
- સ્કૂલે પ્રવેશ પત્ર (હોલ ટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીઓના માર્ચ-2020ની પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો, માધ્યમની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીઓનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી સાથે આપવાની રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને ધોરણ 10ની પરીક્ષાની સૂચના આચાર્ય અને પરીક્ષાર્થીની સહી સાથે આપવાની રહેશે.
- પરીક્ષાર્થીઓને કોઈ પણ વિષય બાબતે વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી આધાર સાથે સંપર્ક કરવાનો રહેશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News