પાટણ શહેરના જલારામ ચોક પાસે બિલ્ડર દ્વારા રહેણાંક અને વાણિજયના હેતુ માટે પાલિકામાંથી બાંધકામની પરમીશન લીધા બાદ બિલ્ડર દ્વારા સમગ્ર કોમ્પ્લેક્ષ વાણિજય હેતુ માટે બનાવવામાં આવતું હોવાના અહેવાલ પીટીએન ન્યુઝ મારફતે વારંવાર પ્રસિધ્ધ કરવામાં આવતાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાકટરને નોટીસો પાઠવવામાં આવી હતી પરંતુ ચીફ ઓફિસર આ અનઅધિકૃત દબાણને ડામે તે પૂર્વે રાજકીય આગેવાનોના ઈશારે કોઈપણ પ્રકારની તેઓ કામગીરી કરી શકતા ન હતા અને અંતે પીટીએન ન્યુઝ ના અહેવાલના પડઘા પડતાં આજરોજ પાલિકાની ટીમ દ્વારા સમગ્ર કોમ્પ્લેક્ષાને સીલ મારવાની કામગીરી હાથ ધરતાં શહેરમાં વેપારીઓ દ્વારા રહેણાંકની પરમીશન લીધા બાદ કૉમર્શિઅલ હેતુ માટે બાંધકામ કરતાં વેપારીઓ અને કોન્ટ્રાકટરોમાં પાલિકાની આ કામગીરી બાદ અફરા તફરી મચી જવા પામી હતી.
પાટણ શહેરના જલારામ ચોકમાં આવેલ એક બિલ્ડીંગ રહેણાંક અને વાણિજય હેતુ માટે બિલ્ડર દ્વારા બાંધકામ પરમીશન મેળવી હતી પરંતુ અગાઉ આ બિલ્ડીંગનું સર્વે કરતા વાણિજય હેતુનો ઉપયોગ થવાનો હોય તેવું જણાતાં પાલિકાના ચીફ ઓફિસરના હૂકમથી આજરોજ સમગ્ર કોમ્પ્લેક્ષાને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તદઉપરાંત આ બિલ્ડીંગ ઉપર બે ભાગમાં અલગ અલગ નોટીસો પણ મારવામાં આવી હતી ત્યારે પાલિકાના કર્મચારીઓ દ્વારા નીચે બનેલ આઠ જેટલી દુકાનોના શટરને સીલ મારી કોમ્પ્લેક્ષાને સીલ કરાતાં લોકોના ટોળેટોળા એકત્રિત થઈ જવા પામ્યા હતા અને બિલ્ડર પણ કોમ્પ્લેક્ષાને સીલ મરાતાં દોડાદોડ કરતો નજરે પડયો હતો. આમ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અગાઉ પણ અનેક દબાણોના પ્રશ્ન હોય કે સ્વચ્છતા હોય કે ભૂગર્ભના પ્રશ્ને જાતે જ મજૂરી કરીને તેનું નિરાકરણ લાવી શહેરમાં સુખાકારી લાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમછતાં કેટલાક રાજકીય આગેવાનોને ચીફ ઓફિસર સાથે બનતી ન હોવાથી તેઓની બદલી કરાતાં શહેરના પ્રબુધ્ધ નાગરીકોમાં પણ આવા રાજકીય આગેવાનો સામે રોષ જોવા મળ્યો હતો.
આ અંગે કોમ્પ્લેક્ષાના બિલ્ડર જશુભાઈ પટેલને પાલિકા દ્વારા તેઓના કોમ્પ્લેક્ષાને સીલ મારવાની કામગીરી અંગે પુછતાં તેઓએ પાટણ નગરપાલિકામાં નીચે ચાર દુકાનો માટે ઓફિસર અને ઉપરના ત્રણ માળે રહેણાંક માટેની બાંધકામની પરમીશન લીધી હોવા છતાં નિયમ વિરુધ્ધનું કામ કર્યું ન હોવા છતાં પાલિકા દ્વારા તેઓને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષોપ કરી પાટણ શહેરમાં હજારો રહેણાંકની બાંધકામની મંજૂરી લીધા બાદ કોમશર્િયલ બાંધકામો થઈ ગયેલા છે તેની આરટીઆઈ કર્યા બાદ નગરપાલિકા વિરુધ્ધ કોર્ટમાં જવાની ચિમકી પણ પીટીએન ન્યૂઝ સમક્ષા ઉચ્ચારી હતી.
આ અંગે વોર્ડ નં.૯ ના કોર્પોરેટર ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા આકસ્મિક આ કોમ્પ્લેક્ષાને સીલ મારવાની કામગીરીને આશ્ચર્યની બાબત ગણાવી આ અનઅધિકૃત થઈ રહેલા દબાણો અંગે પીટીએન ન્યૂઝ દ્વારા વારંવાર અહેવાલો પ્રસારિત કરી પાલિકા તંત્રને જગાડવાના પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જણાવ્યું હતું. અને પાલિકાની સામાન્ય સભામાં પણ આ મુદા અંગે અનેક ચર્ચાઓ થવા પામી હતી તેમ છતાં પાલિકા દ્વારા આજદીન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે પાલિકાના અધિકારીઓએ આ કોમ્પ્લેક્ષાને કઈ રીતે બાંધવાની પરમીશન આપી તે અંગે પણ પ્રશ્નો ઉદભવી પાલિકાના સત્તાધીશોને કામગીરી દરમ્યાન કેમ આ બાબત ધ્યાને આવી ન હોવાનું જણાવી આ કોમ્પ્લેક્ષાને સીલ મારવાની કામગીરી અંગે બજેટની સામાન્ય સભામાં ચર્ચા કરવાનું જણાવ્યું હતું.
ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા જલારામ ચોક પાસેના અનઅધિકૃત બિલ્ડીંગને સીલ કર્યા બાદ બપોરના ત્રણ કલાકે પાલિકા દ્વારા શિવા ઓટો ગેરેજની બાજુમાં જ રહેણાંકની મંજૂરી લીધા બાદ રાજકીય ઈશારે કોમશર્િયલ બાંધકામ કરતાં ઈસમ સામે પણ પાલિકા દ્વારા લાલ આંખ કરી તેનું સંપૂર્ણ અનઅધિકૃત દબાણ જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે પાલિકા દ્વારા આ અનઅધિકૃત દબાણને અટકાવવા અંગે અગાઉ પણ નોટીસો પાઠવવામાં આવી હતી પરંતુ આ વેપારી રાજકીય વગ ધરાવતો હોવાથી રાજકીય ઈશારે પાલિકાની નોટીસોને અવગણી પોતાના કૉમર્શિઅલ બિલ્ડીંગને બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યો હતો ત્યારે આજરોજ ચીફ ઓફિસરના હૂકમથી શિવા ઓટો ગેરેજની બાજુમાં કરવામાં આવેલા અનઅધિકૃત દબાણને પણ જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવતાં શહેરમાં રહેણાંકની મંજૂરી લીધા બાદ કોમશર્િયલ બાંધકામ કરેલા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે આગામી સમયમાં પાલિકા દ્વારા પણ આવા વેપારીઓ સામે પણ લાલઆંખ કરી તેઓના અનઅધિકૃત દબાણોને પણ તોડી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ત્યારે પીટીએન ન્યૂઝ દ્વારા જલારામ ચોક સહિત જૂના રેડક્રોસ ભવનની સામે અને સુભાષચોકથી જળચોક જવાના નાકા પાસે જ રહેણાંક હેતુ માટેની પરમીશન બાદ કૉમર્શિઅલ અનઅધિકૃત દબાણો થઈ ગયેલા હોવાના પણ અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ સિલ કરાયેલા કોમ્પ્લેક્ષાની જેમ જ આ બંને પણ સેમ પ્રકારના અન અધિકૃત દબાણો થયેલા હોવાથી પાલિકા દ્વારા તેઓની સામે પણ લાલઆંખ કરી આ કૉમર્શિઅલ બિલ્ડીંગોને પણ સીલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.