PUBG
ભારતે પબજી (PUBG) સાથે 118 એપ બેન કરી દીધી છે. પબજી મોબાઈલ ગેમ ભારતમાં બેન થવાથી ઘણા લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. પણ પબજીનું ડેસ્કટોપ વર્ઝન હજુ સુધી બેન થયું નથી.
પબજી સાઉથ કોરિયન કંપની બ્લૂહોલની છે. પણ પબજી મોબાઈલમાં ચીની કંપની ટેન્સેન્ટ એક મોટી ભાગીદાર છે. જેને કારણે ડેટાને લઈને ખતરો બનેલો છે. જો કે, પબજી ડેસ્કટોપ હજુ પણ સાઉથ કોરિયન કંપની બ્લૂહોલની પાસે જ છે. અને તેમાં ચીનની કંપનીની કોઈ ભાગેદારી નથી. અને એ જ કારણ છે કે પબ્જી મોબાઈલ બંધ કરી દેવામાં આવી છે. પણ પબજીનું ડેસ્કટોપ વર્ઝન હજુ પણ ચાલુ છે. ભારતમાં પબજી લાઈવ સ્ટ્રીમિંગથી લઈ ઈસ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં ભાગ લઈને પ્લેયર્સ કરોડો રૂપિયા કમાતા હતા.
આ પણ જુઓ : શિલ્પા શિંદેએ ફરી સુનીલ ગ્રોવર પર લગાવ્યા ગંભીર આરોપો
ઘાતક નામનો એક યુઝર છે કે જે ભારતમાં ખુબ જ પોપ્યુલર છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, થોડા દિવસો પહેલાં જ સરકારે ગેમિંગ સેક્ટરમાં જોબ્સ વધારવાની વાત કરી હતી અને તેઓએ એક એવી એપ બનાવી કે જે ભારતમાં અસ્પાયરિંગ ગેમર્સ માટે કાઉન્સલેસ જોબ્સ ક્રિએટ કરી શકે. દેશભરનાં લાખો બાળકો માટે પબ્જી એક આશાનું કિરણ હતી.
આ પણ જુઓ : સહકારી ભૂમિ વિકાસ બેન્કોની ચૂંટણીમાં 311માંથી BJPએ જીતી 281 સીટ
બીજી ટ્વીટમાં તેણે લખ્યું કે, આપણે આશા ન છોડવી જોઈએ, અન્ય મોટી વસ્તુઓ પણ આવી રહી છે. અને આ અંતિમ નથી અને નવી વસ્તુઓ એક્સપ્લોર કરવાનો આ સમય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.