જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગઇકાલે રાત્રે 12 વાગ્યાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે આ અથડામણમાં પુલવામામાં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલાનો માસ્ટરમાઇન્ડ ગાઝી રશીદ પણ મર્યાના સમાચાર છે. આ વિશે કોઈ ઓફિશિયલી માહિતી આપવામાં આવી નથી. અંદાજે 11 કલાક સુધી ચાલેલી અથડામણમાં કામરાન નામનો બીજો એક આતંકવાદી પણ ઠાર કરાયો છે.

મોડી રાતથી સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મેજર સહિત 4 જવાન શહીદ થયા છે. જ્યારે એક સામાન્ય નાગરિકનું પણ મોત થયું હોવાની માહિતી મળી છે. 

આજે શહીદ થયેલા ચાર જવાન 55 રાષ્ટ્રીય રાઈફલ્સના હતા. તેમાં મેજર વીએસ ધૌંદિયાલ, કોન્સ્ટેબલ શિવરામ, સૈનિક અજય કુમાર અને હર સિંહ સામેલ છે. 4 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. શનિવારે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં એક આઈઈડીને બોમ્બને નિષ્ફળ કરવામાં સેનાના મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થઈ ગયા હતા.

આપને જણાવી દઇએ કે જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર પોતાના ભત્રીજા દ્વારા ઘાટીમાં આતંકી હરકતોને અંજામ આપતો હતો. પરંતુ ગયા વર્ષે ઓપરેશન ઓલઆઉટ દરમ્યાન સુરક્ષાબળો એ તેને ઠાર કરી દીધો હતો. ત્યારબાદથી જ મસૂદ અઝહરે કાશ્મીરની જવાબદારી પોતાના ટોપ કમાન્ડર અને આઇઇડી એક્સપર્ટ ગાઝી રાશિદને આપી હતી.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024