રાધનપુર : શાંતિધામ પુલ પાસે એક્ટિવા અને ટ્રક વચ્ચે અકસ્માત, શિક્ષિકા નું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત

પોસ્ટ કેવી લાગી?

રાધનપુર-સાંતલપુર નેશનલ હાઇવે કાળમુખો બન્યો હોવાના દ્રશ્ય અવારનવાર જોવા મળી રહ્યા છે.ઘણા સમય થી નેશનલ હાઇવે ઉપર અકસ્માત ના લીધે કેટલાય લોકો ના જીવ ગયા છે. તાજેતરમાં વારાહી નજીક વારાહી ના જુવાન જોધ યુવાન નું જીપ ડાલા ના ટકકર થી મોત નીપજ્યું હતું તેને ઘણો સમય થયો નથી ત્યાંતો એજ હાઇવે એ ઉપર રાધનપુર થી વારાહી રોડ ઉપર એક કિલોમીટર આગળ જતાં શાંતિધામ ના પુલ નજીક ટ્રક ની ટકકર વડે શિક્ષિકા નું કમકમાટીભર્યુ મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાધનપુર ના કમાલપુર ગામે પ્રાથમિક શાળા માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પટેલ ભાવનાબેન જયદીપભાઈ પોતાની નોકરી એ એક્ટિવા લઈ નીકળ્યા હતા તે સમયે ટ્રક ની ટકકર વાગતા શિક્ષિકા નું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.આ અકસ્માત રાધનપુર નજીક થતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

પોલીસ ને જાણ થતાં રાધનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનાર શિક્ષિકા ને રેફરલ હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ બનતા પોલીસ દ્રારા શિક્ષિકા ના પરિવાર ને બનાવ અંગે ની જાણ કરવામાં આવી હતી.ત્યારે આ બનાવ બનતા શિક્ષક આલમ માં આઘાત ની લાગણી જોવા મળી હતી.ત્યારે ઘણા સમય થી ઘોજારો બનેલો હાઉવે રોડ ના ખાડા ના લીધે કેટલાં નો ભોગ લેશે તે નક્કી નથી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures