- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીના મટિયામહલ વિધાનસભામાં એક ચૂંટણી સભામાં ભાજપ અને આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહાર કર્યા હતા.
- રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આપણને હિન્દુ-મુસ્લિમ એકતા વગર આઝાદી મળી ન હોત, આજે પણ અહીં અંગ્રેજોનું રાજ હોત. જો કોઈને લાગે છે કે હિન્દુ-મુસ્લિમ એકતા વગર દેશ વિકાસ કરી શકે છે તો તે હિન્દુસ્તાનનો ઇતિહાસ અને દેશને જાણતા નથી. નરેન્દ્ર મોદી આવ્યા પહેલા 2004થી 2014 વચ્ચે હિન્દુ-મુસલમાન વચ્ચે આટલી નફરત કેમ ન હતી?
- રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણ 2.30 કલાક બોલ્યા. જુઠ બોલનારે બેસવું પડે છે, પાણી પીવું પડે છે. બસ બે જ લોકો છે જે પાણી પીધા વગર 10 કલાક નોન સ્ટોપ જુઠ બોલી શકે છે અને તે મોદી અને કેજરીવાલ છે. મોદી જી બાળકોને પરીક્ષા પાસ કરવી શીખવાડી રહ્યા છે પણ પોતાની ડિગ્રી આજ સુધી બતાવી નથી. મોદી જી નથી ઇચ્છતા કે દેશના યુવાનને રોજગારી મળે કારણ કે તેમનો ઓક્સિજન બેરોજગારી છે.
- આ ઉપરાંત રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિદેશોથી આવેલા નેતા મને બંધ રુમમાં કહે છે કે તે ભારતમાં રોકાણ કરવા માંગે છે પણ કહે છે કે આવા માહોલમાં નહી કરે. રાહુલે કહ્યું હતું કે એક વર્ષની અંદર હિન્દુસ્તાનના યુવાનના દિલની અંદર એવો અવાજ ઉઠશે કે તમે હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલા ક્યારેય નહીં જોયો હોય અને આ અવાજ હશે નરેન્દ્ર મોદી હટો યુવાઓને નોકરી આપો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News