Railway Recruitment 2023 : રેલવેમાં 10+12 પાસ માટે 7914 પદ પર ભરતી
Railway Recruitment 2023 ભારતીય રેલવેમાં સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે જોબ મેળવવાનો શાનદાર મોકો આવ્યો છે. ઈંડિયન રેલવેમાં કુલ મળીને 7914 પદ પર વેકેન્સી બહાર પડી છે. તેના માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરી શકે છે. હકીકતમાં સાઉથ સેન્ટ્રલ રેલવે, સાઉથ ઈસ્ટર્ન રેલવે અને નોર્થ વેસ્ટર્ન રેલવેના રિક્રૂટમેન્ટ સેલ સંબંધિત વિભાગમાં 2023માં થનારી ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જેના માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે.
સાઉથ સેન્ટ્રલ રેલવેમાં 4103 વેકેન્સી, સાઉથ ઈસ્ટર્ન રેલવેમાં 2026 વેકેન્સી અને નોર્થ વેસ્ટર્ન રેલવેમાં 1785 વેકેન્સી છે. રેલવેમાં એપરેન્ટિસ ભરતી 2023 માટે યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર સંબંધિત ઝોનની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન એપ્લીકેશનની જાણકારી 30 ડિસેમ્બરે આપવામા આવી હતી. ઉમેદવારને બતાવામાં આવ્યું છે કે, ઓફિશિયલ વેબસાઈટ scr.indianrailways.gov.in, rrcser.co.in, અને rrcjaipur.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ જમા કરાવી શકે છે.
ઈન્ડિયન રેલવેમાં વેકેન્સીની વિગતો | Railway Recruitment 2023
ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, સાઉથ ઝોનમાં એપ્રેન્ટિસ માટે 4103 પદ ખાલી છે. આ ક્ષેત્ર તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડૂ, કર્ણાટક અને મધ્ય પ્રદેશને જોડે છે. સાઉથ ઈસ્ટર્ન ઝોનમાં એપ્રેન્ટિસ માટે 2026 પદ ખાલી છે. તો વળી ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં રેલવેમાં એપ્રેન્ટિસના 1785 વેકેન્સી છે.
યોગ્યતા | Railway Recruitment 2023
એજ્યુકેશનલ ક્વાલિફિકેશન- ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 50 ટકા ગુણ સાથે મેટ્રિક પાસ હોવું જરુરી છે, સાથે જ આઈટીઆઈ પાસ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.
વય મર્યાદા | Railway Recruitment 2023
વિભાગ દ્વારા નિર્ધારિત ઉંમર મર્યાદા 1 જાન્યુઆરી 2023ના રોજ 15 વર્ષ પુરા હોવા જોઈએ અને 24 વર્ષથી વધારે ન હોવા જોઈએ. અનામત કેટેગરીમાં ઉમેદવારને છુટછાટનો લાભ મળી શકે છે.
કેવી રીતે થશે સિલેક્શન | Railway Recruitment 2023
નોટિસ મુજબ, સિલેક્શન પ્રોસેસ મેરિટ લિસ્ટના આધાર પર થશે. મેટ્રિકમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ અને આઈટીઆઈ ટ્રેડમાં મેળવેલા નંબરના આધાર પર પસંદગી થશે. એપ્લીકેશન પ્રોસેસ 10 જાન્યુઆરી, 2023થી શરુ થશે અને ઉમેદવાર 10 ફેબ્રુઆરી, 2023 સુધી ફોર્મ ભરી શકે છે.
- Patan : ખલીપુર નજીક રેલવેની અડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું