ફિલ્મ ‘સરબજીત’ના 36 વર્ષીય અભિનેતા રંજન સહગલનું થયું નિધન

પોસ્ટ કેવી લાગી?

Ranjan Sehgal

 • અભિનેતા રણદીપ હુડ્ડા અને એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ સરબજીતમાં અભિનય કરનાર અભિનેતા રંજન સહગલ (Ranjan Sehgal) નું નિધન થયું છે.
 • પંજાબી અને હિન્દી ફિલ્મોનો જાણીતો અભિનેતા રંજન સહગલનું માત્ર 36 વર્ષની વયે અવસાન થતાં હાહાકાર મચી ગયો છે.
 • રંજન સહગલના ઓર્ગન ફેલ થવાને કારણે નિધન થઈ ગયું છે.
 • ‘સરબજીત’ ઉપરાંત ઘણી પંજાબી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું.
 • રંજને 2017ની પંજાબી ફિલ્મ માહી એનઆરઆઈ અને 2014માં આવેલી ફિલ્મ યારાં દા કેચઅપમાં પણ કામ કર્યું હતું.
 • રંજન હિન્દી અને પંજાબી ટીવી ઉદ્યોગના જાણીતા કલાકાર પણ રહ્યાં હતા.
 • રંજને શનિવારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ચંડીગઢમાં અંતિમ શ્વાસ લીધા હતા.
 • અભિનેતાની થોડા સમયથી સારવાર ચાલી રહી છે.
 • દિવંગત અભિનેતાએ સાવધાન ઈન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ ટેલીવિઝન શોમાં પણ કામ કર્યું હતું.
 • તેમાં તેઓ એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. 
 • Ranjan Sehgal ના નજીકના મિત્ર ચરણજીત સિંગ કંબોઝ અને સહ-અભિનેત્રી શીતલ પંડ્યાએ તેમના નિધનની પુષ્ટિ કરી છે.
 • ક્રાઇમ પેટ્રોલમાં રંજનની સાથે કામ કરનાર શીતલે કહ્યું, અમે એક સાથે ક્રાઇમ પેટ્રોલના બે એપિસોડ પર સાથે કામ કર્યું છે.
 • મને સ્પષ્ટ રૂપથી યાદ છે અમે શોટ્સ વચ્ચે ચાર્લી ચેપલિનની મહાનતા પર ચર્ચા કરતા હતા.
 • Ranjan Sehgal મૂળ એક પંજાબી હતો અને ચંદીગઢનો રહેનાર હતો.
 • તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી થિયેટરનો અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી મેળવી હતી.
 • આ પછી તે મુંબઈ ચાલ્યો ગયો અને ત્યાં તેણે ‘રિશ્તે સે બડી પ્રથા’, ‘તુમ દેના સાથ મેરા’, ‘ક્રાઇમ પેટ્રોલ’, ‘સાવધાન ઈન્ડિયા’ જેવી ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં કામ કર્યું.
 • મળતી માહિતી મુજબ,(Ranjan Sehgal) રંજન લાંબા સમયથી બીમાર હતો.
 • તેણે 2014માં કોસ્ચ્યુમ ડિઝાઇનર નિવ્યા છાબરા સાથે લગ્ન કર્યા હતા.
 • Ranjan Sehgal (રંજન સહગલ)ના અવસાનથી તેમના ચાહકો પણ ખૂબ દુ:ખી છે અને સોશિયલ મીડિયા પર શોક સંદેશ આપી રહ્યા છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures