RCB vs SRH

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આઈપીએલ-13માં સનરાઇઝર્સ હૈદરાબાદ (RCB vs SRH) સામે 10 રને વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 19.4 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ચહલે 4 ઓવરમાં 18 રન આપી 3 વિકેટ ઝડપી હતી.

મનિષ પાંડે 34 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. પાંડે અને બેરિસ્ટો વચ્ચે 71 રનની ભાગીદારી નોંધાઈ હતી. બેરિસ્ટો 61 રને આઉટ થયો હતો. આ પછી જલ્દી વિકેટો પડતા હૈદરાબાદનો પરાજય થયો હતો.

આ મેચ (RCB vs SRH) માં ચહલે ચાર ઓવરમા 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. શિવમ દુબે (15 રન-2 વિકેટ) અને નવદીપ સૈની (25 રન-2 વિકેટ)એ પણ પ્રભાવશાળી બોલિંગ કરી હતી. સનરાઈઝર્સે બીજી ઓવરમાં જ કેપ્ટન ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ બેયરસ્ટોએ ઈનિંગને સંભાળી હતી. તેને 40 અને 44 રનના સ્કોરે જીવનદાન પણ મળ્યું હતું. અને ઉમેશ યાજવના બોલ પર ચોગ્ગો ફટકારી 37 બોલ પર હાફ સેન્ચુરી પુરી કરી હતી. જો કે, આ વચ્ચે ચહલે પાંડેને સરળ કેચ આપવા માટે મજબૂર કરી દીધો હતો.

તેમજ ચહલે કહ્યું કે, જ્યારે મેં પહેલી ઓવર ફેંકી, તો મને લાગ્યું કે, મારે સ્ટમ્પ ટુ સ્ટમ્પ લાઈનથી બોલિંગ કરવાની જરૂર છે અને મેં આમ જ કર્યું. એક સમય પર તેઓ સારી બેટિંગ કરી રહ્યા હતા અને મેં લૂપ કરાવવા તેમજ બેટ્સમેનોને બોલથી દૂર રાખવા કોશિશ કરી રહ્યો હતો. જેના કારણે પ્રેશર બનાવવામાં મદદ મળી હતી.

આ પહેલા આરસીબીના ઓપનર ફિન્ચ અને પડિકલે પાવરપ્લેની 6 ઓવરમાં 53 રન બનાવી શાનદાર શરૂઆત કરી છે. પડિકલે 36 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. પડિકલ 56 રને આઉટ થયો હતો. ફિન્ચ 29 રને આઉટ થયો હતો. વિરાટ કોહલી 14 રને આઉટ થયો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024