Navratri 2020
ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના સામે લડી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં આ વર્ષે નવરાત્રિના (Navratri 2020) આયોજન પર સરકાર હજી અસંમજસમાં છે. આજથી લાગુ થયેલી ગાઇડલાઇન મુજબ જાહેર કાર્યક્રમોમાં 100 વ્યક્તિ ભાગ લઈ શકે છે.
આગામી દિવસોમાં આવી રહેલી નવરાત્રિ (Navratri 2020) માં ગરબા રમવાની મંજૂરી મળશે કે નહીં, તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે નવરાત્રિમાં ગરબાની પરવાનગીને લઈને મોટું નિવેદન આપ્યું છે. સી.આર. પાટીલ દ્વારા આજે એક વર્ચ્યુલ પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે નવરાત્રિ યોજવી જોઈએ કે નહીં તે અંગે જણાવ્યું હતું.
- અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફિનાઇલ પીધુ…
- મહિસાગર: ટ્રાવેલ્સને નડ્યો અકસ્માત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત…
સી.આર. પાટીલે કહ્યું કે, કોરોનાની આ સ્થિતિમાં જાહેર નવરાત્રી કરવી યોગ્ય નહીં. કોરોના સંક્રમણ વચ્ચે હું અંગત રીતે માનુ છું કે, જાહેર નવરાત્રી ન થવી જોઇએ. ડોક્ટર્સ સહિતના તજજ્ઞો જાહેર મેળાવડાનો વિરોધ કરે છે, ત્યારે જાહેર નવરાત્રીને મંજૂરી ન આપવી જોઇએ.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.