BJP સંગઠનને લઈને CR પાટીલે આ વાત સ્પષ્ટ કરતા જણાવ્યું કે…

C R Patil

BJP

  • BJP ના નવા પ્રદેશ પ્રમુખ CR પાટીલે પદભાર સંભાળ્યો ત્યાંથી જ BJP સંગઠનના નેતાઓએ પાટીલની આગળ પાછળ ફરવાનું શરુ કરી દીધું છે.
  • CR પાટીલે ચાર્જ સંભાળ્યો ત્યારે જ એ વાત સ્પષ્ટ કરી હતી કે જે કામ કરશે અને સંગઠનને જરૂરિયાત હશે એવા તમામને સ્થાન આપવામાં આવશે.
  • આ સાથે જ કેટલાકના પત્તા કપાશે આવા સમયે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સાથે જ હોદ્દો મેળવવા માટે પાટીલ અને તેની ટીમની આસપાસ ફરવા માંડ્યા છે.
  • સુત્રો મુજબ આગામી 10 થી 12 દિવસમાં સંગઠન માં ફેરબદલ કરી દેવામાં આવનાર છે.
  • તો હાલમા સંગઠનના કેટલાક નેતાઓના પત્તા કપાવાના છે.
  • જો કે, એવા નેતાના સ્થાન જોખમમાં છે કે જેણે અત્યાર સુધી કામ નહિ પરંતુ જી હુજુરી જ કરી છે.
  • સુત્રો જણાવી રહ્યા છે કે થોડા દિવસ અગાઉ પાટીલે એક બેઠક યોજી હતી જેમાં કેટલાક પદાધિકરિઓએ સૂચનો કર્યા હતા.
  • પાટીલ સમક્ષ સૂચનો આવતા તુરંત જ જવાબદારી સોપવાની વાત કરતા એ નેતાઓ અવાક બની ગયા હતા.
  • અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે માત્ર સૂચનો મંગાવવામાં આવતા અને એ સૂચન પર કેવી રીતે કામગીરી કરવી તેને લઈને મનોમંથનમાં દિવસો નીકળી જતા હતા.
  • તો હવે ત્વરિત કામગીરી હાથ પર લેવી પડી રહી છે.
  • પાટીલે પદાધિકારીઓને એ પણ સુચના આપી કે આગામી સમયમાં આવનારા કોર્પોરેશન અને 2022 ની ચુંટણી પર ફોકસ કરવામાં આવે.
  • તેમજ હાલ પેટા ચુંટણી પર એટલું પણ ધ્યાન ના આપવું કે અન્ય કામગીરી અટકી પડે.
  • પાટીલ માની રહ્યા છે કે જે બેઠકો પર પેટા ચુંટણી છે તે એક પણ બેઠક ભાજપને ગુમાવવાની નથી
  • જો જીત મળે તો એ બેઠકો ભાજપ માટે નફા સમાન હશે.
  • આમ ત્વરિત નિર્ણય ના કારણે કેટલાક નેતાઓને આ સ્ટાઈલ પસંદ પડતી નથી.
  • કેટલાક મહામંત્રીઓ, ઉપાધ્યક્ષો અને પ્રદેશ મંત્રી સાથે જ મોરચાના નેતાઓની ખુરસી જઈ શકે છે.
  • જેથી પોતાના સોગઠા ગોઠવવા માટે અત્યારથી જ એ નેતાઓએ કસરત શરુ કરી દીધી છે
  • ત્યારે જોવું રહ્યું કે ટીમ પાટીલમાં કોને સ્થાન મળે છે અને કોની ખુરસી જોખમાય છે
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here