રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41મી વાર્ષિક જનરલ મીટિંગ (એજીએમ) માં રિલાયન્સે તેની બ્રોડબેન્ડ સર્વિસ જીયો ગિગાફાઇબરની રજૂઆત કરી હતી. કંપનીએ જાહેરાત કરી હતી કે 15 ઓગસ્ટ એટલે કે આજથી જિઓગિગા ફાઇબર માટે પ્રી-બૂકિંગની શરૂઆત થઇ જશે. આ જિયો ફોન 2 બાદ આ બીજી પ્રોડક્ટ, જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કંપનીએ આ પ્રોડક્ટ માટે પ્રી બુકિંગ શરૂ કર્યું છે.
જો તમે જિયોગિગા ફાઇબર માટે નોંધણી કરવા માંગતા હોય તો તમારે આ માટે www.jio.com પર જવાનું રહેશે. પણ, તમે આ પૂર્ણ થયા બાદ JioGigaFiber માટે નોંધણી એક પેઇઝ ખુલશે. તેના પર ક્લીક કર્યા બાદ JioGigaFiber Now પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારે તેમારૂ એડ્રેસ અને અન્ય જાણકારી આપવી પડશે ત્યારબાદ રજિસ્ટ્રેશન પૂર્ણ થશે.
કંપનીએ નોંધણી પેઇઝ પર એ પણ લખ્યુ છે કે સૌથી વધુ એ વિસ્તારમાં JioGigaFiberની સુવિધા મળશે જ્યા સૌથી વધારે નોંધણી કરવામાં આવી હોય.
JioGigaFiberથી મળશે આ સુવિધાઓ
જીયો ગિગાફાઇબરથી દેશના 1,100 શહેરોમાં કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે. વધુમાં, યૂઝર્સને અલ્ટ્રા એચડી એન્ટરટેઇનમેન્ટ, મલ્ટી પાર્ટી વીડિયો કોન્ફરન્સિંગ જેવી સેવાઓ મળશે. આના દ્વારા તમે તમારી ટીવી સ્ક્રીન પર અલ્ટ્રા એચડી મનોરંજનનો આનંદ લઈ શકશો. રુમમાંથી ઘણા લોકો સાથે વીડિયો કોન્ફર્નસ કરી શકશો.આમાં તમને વોઇસ સક્રિયકૃત વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ મળશે. જે તમારી દરેક વાત માનશે. ડિજિટલ શોપિંગ જેવી વસ્તુઓનો પણ આનંદ માણી શકશો.