જુડવા બાળકો ને જોઈને તેઓના તરફ આકર્ષિત થવું સ્વાભાવિક છે. તેની કહાની લોકોને પોતાના તરફ ખેંચે છે, તેનું ઉદાહરણ છે ઘણી બૉલીવુડ ફિલ્મો. જો કે ઘણા પરિવાર જોયા પછી ક્યાંક એકાદ જુડવા બાળકો જોવા મળે છે, પણ ગાજિયાબાદ માં હિંડન ના કિનારે વસેલુ ગામ અટૌર નંગલાની ગલીઓમાં એક જ જેવા ચેહરા ના તમને બે લોકો ફરતા જોવા મળે તો તે ત્યાં એક સામાન્ય વાત છે. શહેર થી અમુક જ અંતર પર વસેલુ આ ગામ પોતાની મહેનત અને વિકાસમાં યોગદાન આપવા માટે જાણવામાં આવે છે.

60 થી વધુ પરિવારમાં જુડવા બાળકો:

આ ગામમાં લગભગ 750 જેટલા પરિવાર રહે છે. ગામમાં 75 ટકા જાટ જાતિ છે. તેના પછી બ્રામ્હણ સમાજનો નંબર આવે છે, ગામમાં લગભગ 10 ટકા બ્રામ્હણો છે. બાલમિકી સમાજના લોકો પણ અહીં રહે છે. ગામમાં જુડવા બાળકો કોઈ એક સમુદાયના નથી. જાટ, બ્રામ્હણ, બાલમિકી દરેકઘરોમાં જુડવા બાળકો છે. ગામના 60 ઘરોમાં જુડવા બાળકો છે. જેમાના લગભગ દરેક એક જ સમાન ચહેરા ધરાવે છે. આ જુડવા ને જોઈને તેમને ઓળખવા મુશ્કેલ થઇ જાય છે. છતાં પણ આ ગામના લોકો હવે જુડવા બાળકો થવાની જ ઈચ્છા રાખે છે.

જુડવા ગામના નામે ઓળખાવા લાગ્યું ગામ:

અટૌર નંગલા ગામ જુડવા બાળકોના નામે જાણવામાં આવી રહ્યું છે, સેનામાં જઈને દેશની રક્ષા હોય કે પછી સમાજ સેવા, આ ગામના બાળકો દરેક જગ્યા પર તમને મળી જશે. આ ગામમાં જુડવા બાળકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે લોકો તેને જુડવા ગામ પણ કહેવા લાગ્યા છે.

પ્રકૃતિ ની ભેંટ સમજે છે લોકો:

ગામમાં જુડવા બાળકોને લઈને પરિવારના લોકોની ઉત્સુકતા ખુબ વધુ છે. જો કે જુડવા બાળકોની આટલી સંખ્યા હોવા છતાં પણ હજી સુધી તેની કોઈ જ કહાની પ્રચલિત થઇ નથી. તેની પાછળ એ કારણ છે કે લોકો તેને અંધવિશ્વાસ સાથે જોડીને જોવા નથી માગતા. ગામના લોકોનું બસ એજ માનવું છે કે જે પણ થઇ રહ્યું છે તે પ્રકૃતિ ની જ ભેંટ છે. જો કે તેને લઈને ઘણા લોકો રિસર્ચ પણ કરી રહ્યા છે કે આખરે આ ગામમાં આટલી સંખ્યા માં જુડવા બાળકો કઈ રીતે? પણ હજી સુધી કોઈ પાકું કારણ હાથ લાગ્યું નથી.

ગામમાં સુવિધાઓના આધુનિક સંસાધન પણ છે ઉપસ્થિત:

જો કે આ ગામ શહેર થી તો દૂર છે, પણ ગામનો વિકાસ કાર્ય ખુબ સારી રીતે થયેલો છે. ગામમાં વીજળી વિભાગની તરફથી વીજળી ઘર બનાવામાં આવ્યું છે. જ્યા ગામ સહીત અન્ય જગ્યાઓ સુધી વીજળી ની સપ્લાય કરવામાં આવે છે. સાથે જ હિંડન નદીના કિનારે હોવાના લીધે અહીંની જમીન ઓણ ઉપજાઉ છે અને અહીં ખેતી પણ થાય છે. ગામમાં બેન્ક, પોસ્ટઓફિસ, પાણીની સપ્લાય જેવી સુવિધાઓ પણ છે. સાથે જ આ ગામમાં ક્રિકેટ અને કબડ્ડી નું સ્ટેડિયમ પણ છે. ક્રિકેટ સ્ટેડિયમ થી બે મહિલા ક્રિકેટર નેશનલ લેવલ પર રમી ચુકી છે. જયારે કબડ્ડી માં અટૌર ગામ થી જ ખિલાડી પ્રિ કબડ્ડી માં પસંદ કરવામાં આવ્યા હતા. ગામમાં કબડ્ડી શીખવા બહારથી થી પણ લોકો આવતા રહે છે.