Rohit Sharma
ભારતીય ટીમનો બેટસમેન રોહિત શર્મા (Rohit Sharma) ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ ગયો છે. જેથી રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરિઝમાં રમતો જોવા મળે તેવી શક્યતાઓ છે. IPL બાદ રોહિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઈજામાંથી રીકવર થઈ રહ્યો હતો.
રોહિત શર્મા 19 નવેમ્બરથી બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયામાં સામેલ થવા માટે રોહિત શર્મા માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરુરી હતી. હવે રોહિતે આ ટેસ્ટ પાસ કરી લીધો છે.
આ પણ જુઓ : અમદાવાદમાં કાકાના જ દીકરાએ પરિવારના સભ્યો પર કર્યો એસિડ એટેક
ક્રિકેટ બોર્ડ દ્વારા હવે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જશે કે નહી તેની જાહેરાત કરે તેવી શક્યતા છે.આ પહેલા ક્રિકેટ બોર્ડે રોહિતને ટીમમાં સામેલ કરવાના સવાલો પર કહ્યુ હતુ કે, રોહિત હાલમાં ફિટનેસ ટીમની નજર હેઠળ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.