- ભારતે ત્રીજી ટી-20 મેચમાં સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો.
- ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા 17 રન બનાવ્યા હતા. ભારતે 18 રન બનાવી વિજયી બન્યું હતું . જે કમાલ રોહિત શર્માએ કરી હતી.
- ભારતીય ટીમને અંતિમ બે બોલમાં 10 રનની જરુર હતી. આ સમયે રોહિતે બે બોલમાં બે સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી.
- રોહિત શર્માએ જણાવ્યું હતું કે મેં ક્યારેય સુપર ઓવરમાં બેટિંગ કરી ન હતી. મને એ વાતનો અંદાજો ન હતો કે અહીં કેવી રીતે બેટિંગ કરાય. હું સમજી શકતો ન હતો કે પ્રથમ બોલથી પ્રહાર કરવામાં આવે કે પછી થોડો સમય રોકાઈ જાઉં. ભારતને જીત માટે અંતિમ બે બોલમાં 10 રનની જરુર હતી. આ સમયે રોહિતે બે બોલમાં બે સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી.
- રોહિતને જ્યારે આ વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે હું બસ સ્થિર રહેવા માંગતો હતો. મારો પ્રયત્ન હતો કે આ બે બોલ પર પોતાની સર્વશ્રેષ્ઠ રમત રમું.
- ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 40 બોલમાં 6 ફોર અને 3 સિક્સરની મદદથી 65 રન બનાવ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News