RRTS
રીઝનલ રેપિડ ટ્રાંજિટ સિસ્ટમ (RRTS) ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. આ ટ્રેનનું નિર્માણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં આ 180 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડનાર પહેલી ટ્રેન હશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા રીજનલ રેપિડ ટ્રાંજિટ સિસ્ટમ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ જુઓ : North Korea : કિમ જોંગે દક્ષિણ કોરીયાની માફી માંગી
વર્ષ 2022 સુધી આ ટ્રેનનો પહેલો પ્રોટોટાઇપ નિર્મિત થઇ જશે અને પરીક્ષણ બાદ સાર્વજનિક ઉપયોગ માટે લેવામાં આવશે. આવાસ શહેરી બાબતોના મંત્રાલયના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ જણાવ્યું કે ઇંફ્રાસ્ટ્રક્ચર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતના પાંચ સ્તંભોમાંથી એક છે.
આ પણ જુઓ : યૂક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતા 22ના ઘટનાસ્થળે મોત, 6 લાપતા
ઉપરાંત તેમણે જણાવ્યું કે ટ્રેન વજનમાં હલકી અને એરકન્ડીશન હશે. દરેકમાં સ્વચાલિત પ્લગ-ઇન પ્રકારના પહોળા દરવાજા હશે. આ ઉપરાંત ઓવરહેડ સામાન રેક, મોબાઇલ, લેપટોપ ચાર્જિંગ સોકેટ અને અન્ય કોમ્યુટર કેન્દ્રીય સુવિધાઓ સાથે ઓનબોર્ડ wifiની સુવિધા હશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.