- લોકડાઉન બાદ અનલૉક -1 માં રાજ્યભરમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે.
- ગુજરાતની RTO કચેરીઓ તારીખ 4 જૂનથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
- RTO કચેરીઓની કામગીરીમાં નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.
- લાઇસન્સ સબંધીત કામ માટે જેને પણ ઓન-લાઇન એપાઇન્ટમેન્ટ લીધી હશે તે અરજદારે ફરજિયાત હાજર રહેવું પડશે.
- ઉપરાંત શનિવાર તથા રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકવાની પરવાનગી છે.
- જેમ કે આપ સહુ જાણીએ છીએ કે કોરાનાની મહામારીના કારણે છેલ્લા બે મહિનાાથી આરટીઓ કચેરી બંધ હતી.
- તેમજ કોરોનાનુ સંક્રમણ ન થાય તે માટે RTO કચેરી બહાર સોશિયલ ડિસ્ટન્સ જળવવા માટે ગોળ સર્કલ બનાવીને લાઇનમાં નંબર પ્રમાણે કામગીરી કરવી તથા કર્મચારીઓ અને અરજદારો તમામે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.

- આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા.
- આદુના આ નુસખાઓ કરશે શરીરની તકલીફો દૂર
- RTO કચેરીમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ અને થર્મલ સ્ક્રીનિંગ પછી જ વાહનચાલકોને અપોઇમેન્ટના 15 મિનિટ પહેલા પ્રવેશ આપવામાં આવશે.
- સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે,, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, ભૂજ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી શનિ-રવિવારે પણ કરાશે.
- કોરાનાની મહામારીના કારણે લોકડાઉન લાગુ કરાયું હોવાથી છેલ્લા બે મહિનાથી આરટીઓ કચેરી બંધ હતી.
- સરકારી કચેરીઓ ગઈ કાલ શરૂ થઈ છે. અને હવે RTO કચેરીઓ 4 જૂનથી રાબેતા મુજબ શરુ કરાશે.
- વાહનના લાઇસન્સને લગતા કામ માટે એપાઇન્ટમેન્ટ ફરિયાત લેવી પડશે
- તેમજ જો અરજદાર નિયત તારીખે હાજર નહીં રહે તો ફરી વખત એપોઇન્ટમેન્ટ લેવી પડશે.
- ડ્રાઇવિંગ ટેસ્ટ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી આપી શકાશે.
- તેમજ શિખાઉ લાયસન્સની મુદત પુરી થઇ હોય તેવા કેસમાં તા.૨૧-૦૩-૦૨૦ થી તા.૩૧ -૦૭-૨૦૨૦ સુધી જે અરજદારો લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તેવા અરજદારોએ આગામી તા.૩૧-૦૭-૨૦૨૦ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.
- આ માટે કોઇ પણ વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહી.
- આરટીઓ કચેરીના કર્મચારીઓ પણ ઓને લાઇન એપોઇન્ટમેન્ટ મેળવનારા અરજદારાનું કામકાજ ઓછા સમયમાં અને નિયત થયેલી તારીખે પૂર્ણ કરાવું જોઈએ
- જેથી કરીને અરજદારોને ધક્કા ખાવા ન પડે તેવી પણ વડી કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે.
- નીચેની આપેલ અરજીઓ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી નથી જેવી કે,
- ડ્રાઈવિંગ લાયસન્સનું રીટેસ્ટ સાથે રીન્યુઅલ (શિખાઉ લાયસન્સ પુરતું) માટે અરજદારે આધાર-પુરાવા સાથે આરટીઓ કચેરી ખાતે આવવાનું રહેશે
- વાહનમાં હેતુફેર કે અન્ય રાજયના વાહનોની માલિકીમાં ફેરફાર અને નોંધણી રજીસ્ટ્રેશન રદ કરવું
- ફાઇનાનસરને નવી આર.સી. ઇસ્યૂ કરવી
- પાકા લાયસન્સમાં નવો વર્ગ ઉમેરવો
- વાહનનું નોન યુઝ કરવું, નવી પરમીટ, ડુપ્લીકેટ અને રીન્યુઅલ, આર.સી. પરત મેળવવી
- કચેરીના પ્રવેશ વખતે અરજદારનું થર્મલ સ્ક્રિનીંગ કરવાનું રહેશે
- તથા અરજદારના શરીરનું ઉષ્ણતામાન જણાય તો કચેરીમાં પ્રવેશ અપાશે નહીં.
- સાથે જ કોઈ કર્મચારી કે અધિકારી સમક્ષ અરજદાર ઉપસ્થિત થાય ત્યારે એક મીટરની મર્યાદામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News