ગુજરાતમાં RTOકચેરી 4 જૂનથી રાબેતા મુજબ શરૂ.

પોસ્ટ કેવી લાગી?
  • લોકડાઉન બાદ અનલૉક -1 માં રાજ્યભરમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે.
  • ગુજરાતની RTO કચેરીઓ તારીખ 4 જૂનથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
  • RTO કચેરીઓની કામગીરીમાં નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.
  • લાઇસન્સ સબંધીત કામ માટે જેને પણ ઓન-લાઇન એપાઇન્ટમેન્ટ લીધી હશે તે અરજદારે ફરજિયાત હાજર રહેવું પડશે.
  • ઉપરાંત શનિવાર તથા રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકવાની પરવાનગી છે.
  • જેમ કે આપ સહુ જાણીએ છીએ કે કોરાનાની મહામારીના કારણે છેલ્લા બે મહિનાાથી આરટીઓ કચેરી બંધ હતી.
  • તેમજ કોરોનાનુ સંક્રમણ ન થાય તે માટે RTO કચેરી બહાર સોશિયલ ડિસ્ટન્સ જળવવા માટે ગોળ સર્કલ બનાવીને લાઇનમાં નંબર પ્રમાણે કામગીરી કરવી તથા કર્મચારીઓ અને અરજદારો તમામે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.
ફાઈલ તસ્વીર
  • RTO કચેરીમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ અને થર્મલ સ્ક્રીનિંગ પછી જ વાહનચાલકોને અપોઇમેન્ટના 15 મિનિટ પહેલા પ્રવેશ આપવામાં આવશે.
  • સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે,, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, ભૂજ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી શનિ-રવિવારે પણ કરાશે.
  • કોરાનાની મહામારીના કારણે લોકડાઉન લાગુ કરાયું હોવાથી છેલ્લા બે મહિનાથી આરટીઓ કચેરી બંધ હતી.
  • સરકારી કચેરીઓ ગઈ કાલ શરૂ થઈ છે. અને હવે RTO કચેરીઓ 4 જૂનથી રાબેતા મુજબ શરુ કરાશે.
  • વાહનના લાઇસન્સને લગતા કામ માટે એપાઇન્ટમેન્ટ ફરિયાત લેવી પડશે
  • તેમજ જો અરજદાર નિયત તારીખે હાજર નહીં રહે તો ફરી વખત એપોઇન્ટમેન્ટ લેવી પડશે.
  • ડ્રાઇવિંગ ટેસ્ટ સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી આપી શકાશે.
  • તેમજ શિખાઉ લાયસન્સની મુદત પુરી થઇ હોય તેવા કેસમાં તા.૨૧-૦૩-૦૨૦ થી તા.૩૧ -૦૭-૨૦૨૦ સુધી જે અરજદારો લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તેવા અરજદારોએ આગામી તા.૩૧-૦૭-૨૦૨૦ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.
  • આ માટે કોઇ પણ વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહી.
  • આરટીઓ કચેરીના કર્મચારીઓ પણ ઓને લાઇન એપોઇન્ટમેન્ટ મેળવનારા અરજદારાનું કામકાજ ઓછા સમયમાં અને નિયત થયેલી તારીખે પૂર્ણ કરાવું જોઈએ
  • જેથી કરીને અરજદારોને ધક્કા ખાવા ન પડે તેવી પણ વડી કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે.
  • નીચેની આપેલ અરજીઓ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી નથી જેવી કે,
  • ડ્રાઈવિંગ લાયસન્સનું રીટેસ્ટ સાથે રીન્યુઅલ (શિખાઉ લાયસન્સ પુરતું) માટે અરજદારે આધાર-પુરાવા સાથે આરટીઓ કચેરી ખાતે આવવાનું રહેશે
  • વાહનમાં હેતુફેર કે અન્ય રાજયના વાહનોની માલિકીમાં ફેરફાર અને નોંધણી રજીસ્ટ્રેશન રદ કરવું
  • ફાઇનાનસરને નવી આર.સી. ઇસ્યૂ કરવી
  • પાકા લાયસન્સમાં નવો વર્ગ ઉમેરવો
  • વાહનનું નોન યુઝ કરવું, નવી પરમીટ, ડુપ્લીકેટ અને રીન્યુઅલ, આર.સી. પરત મેળવવી
  • કચેરીના પ્રવેશ વખતે અરજદારનું થર્મલ સ્ક્રિનીંગ કરવાનું રહેશે
  • તથા અરજદારના શરીરનું ઉષ્ણતામાન જણાય તો કચેરીમાં પ્રવેશ અપાશે નહીં.
  • સાથે જ કોઈ કર્મચારી કે અધિકારી સમક્ષ અરજદાર ઉપસ્થિત થાય ત્યારે એક મીટરની મર્યાદામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures