સાબરકાંઠા : વડાલીના પ્રવેશ દવારનું કરાયું ખાતમુહર્ત

- Advertisement -

This browser does not support the video element.

સાબરકાંઠા જિલ્લાનું વડાલી શહેર વેજીટેબલ સીટી તરીકે જાણીતું છે ત્યારે વડાલી શહેરના મેઈન બજાર જવાના રસ્તા પર જોધપુરી લાલ પથ્થરો થી અધ્ધતન પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યો છે.

ત્યારે વડાલી નિવાસી સ્વર્ગસ્થ ચંદનબેન જ્યંતિલાલ મહેતા ના નામ થી આ પ્રવેશદ્વાર બનશે ત્યારે સ્વર્ગસ્થ ચંદનબેન મહેતા નું નામ આજીવન રહે તે માટે તેમના પુત્રએ સંપૂર્ણ ખર્ચ આપી મેઈન બજાર જવાના રસ્તા પર પ્રવેશદ્વાર બનાવી રહ્યા છે ત્યારે આ જોધપુરી લાલ પથ્થરો થી અદ્યતન પ્રવેશદ્વાર નું ખાત મહુર્ત બુધવાર ના રોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર,નગર પાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતના રાજકીય આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.