સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના જાપાનના ટોકીઓમાં ૮૧ માં ઇન્ટરનેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિશ્વભરના તેમજ ભારતના ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો.જેમાં ભારતમાંથી ૧૧૮૭ ફોટોગ્રાફરોએ પોતાના કેમેરામાં કેદ કરેલા ફોટો ને ઓનલાઈન સબમિટ કર્યા હતા.

જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના આંબેડકર વિસ્તારમાં રહેતા અમિતકુમાર અરવિંદભાઈ સોલંકીએ પોતાના કેમેરામાં કેદ કરેલ અદ્દભુત ફોટો રજૂ કર્યા હતો જ્યારે આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી રજૂ થયેલ પ ફોટોને નિર્ણયકોએ પસંદ કરી નોમિનેટ કર્યા હતા.

જેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલીના અમિતકુમાર સોલંકીએ ચોમાસામાં આકાશમાં રચાતા મેઘધનુષને એક બાળક કાચની બોટલમાં કેદ કરી રહ્યો હોય તેવો ફોટો કેમેરામાં કેદ કરી રજૂ કરતા તેમને પસંદ કરી ગોલ્ડમેડલ એનાયત કર્યો હતો. જ્યારે આ ગોલ્ડમેડલ તેમજ પ્રમાણપત્ર તાજેતરમાં જ કુરિયર દ્વારા જાપાન થી તેમના ઘરે મોકલવામાં આવ્યો છે.

જે જોઈ ને પરિવારમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી તેમજ અમિતકુમારે આ ગોલ્ડમેડલ જીતતા તેમના સમાજમાં અને સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત વડાલી પંથકનું ગૌરવ વધાયું છે.