Sachin Pilot અડ્યા જીદ પર , Gehlot સાથે કામ કરવાની પાડી ના

પોસ્ટ કેવી લાગી?

Sachin Pilot Gehlot

 • અશોક ગેહલોત (Ashok Gehlot) અને સચિન પાયલટ (Sachin Pilot) વચ્ચે ચેક એન્ડ મેટ ગેમ ચાલુ છે.
 • રાજસ્થાનમાં ગેહલોત સરકાર પર સંકટ યથાવત છે.
 • જેમાં ન તો ગેહલોત (Ashok Gehlot) કે ન તો પાયલટ (Sachin Pilot) પાછળ હટવા તૈયાર છે.
 • થોડીવારમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક શરૂ થશે. આ બેઠકથી નક્કી થશે કે ગેહલોત સાથે કેટલાક ધારાસભ્યો છે.
 • Sachin Pilot ને મનાવવાની કોશિશ ચાલુ છે.
 • જો કે, પ્રિયંકા ગાંધી પણ કોશિશ કરી રહ્યાં છે પરંતુ સચિન પાયલટ જીદમાં અડ્યા છે.
 • સચિન ગેહલોતને બહુમત સાબિત કરવાનો પડકાર ફેંકીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી ચૂક્યા છે.
 • પાયલટે અશોક ગેહલોત મુખ્યમંત્રી હશે તો તેમની સાથે હાલ કામ કરવાની પણ ના પાડી દીધી છે. 
 • સૂત્રોના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં સચિન પાયલટ સાથે રાહુલ ગાંધીએ એકવાર, પ્રિયંકા ગાંધીએ 4 વાર, ચિદમ્બરમે 6 વાર, અહેમદ પટેલે 15 વાર અને કેસી વેણુગોપાલે 3 વાર વાત કરી છે.
 • સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રિયંકા ગાંધીએ 3 વાર સચિન પાયલટને ફોન કર્યો.
 • પાયલટે જવાબ ન આપ્યો. પ્રિયંકા ગાંધીના ફોનનો જવાબ ધારાસભ્ય ભંવરલાલ શર્મા આપે છે.
 • સચિન પાયલટ પોતાના સ્ટેન્ડ પર કાયમ છે. 
 • કેસી વેણુગોપાલ, રણદીપસિંહ સૂરજેવાલા, અજય માકન, અને અવિનાશ પાંડે પાયલટ અને ગેહલોત વચ્ચે ચાલી રહેલા ગતિરોધને સંવાદથી ખતમ કરવાની કોશિશ કરી રહ્યાં છે.
 • જો કે પાયલટ સમર્થિત વિધાયક આજે પણ બેઠકથી અંતર જાળવી રહ્યાં છે.
 • સૂત્રોના જણાવ્યાં મુજબ સચિન પાયલટ બેઠકમાં જશે નહીં.
 • આજે બેઠકમાં પાયલટ ન આવે તો પાર્ટી મહત્વના નિર્ણય લઈ શકે છે.
 • સચિન પાયલટ સાથે વાત કરવાની કોશિશ સતત ચાલુ છે. 
 • સચિન પાયલટ (Sachin Pilot) અને અશોક ગેહલોત (Ashok Gehlot) વચ્ચે વીડિયો વોર પણ શરૂ થઈ ગઈ છે.
 • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના નિવાસસ્થાને વિધાયકોના શક્તિ પ્રદર્શન બાદ તેમને જયપુરની એક હોટલમાં શિફ્ટ કર્યાં.
 • તથા વિધાયકો સાથે ડિનર કરતા ગેહલોતની તસવીર અને વીડિયો પણ બહાર પાડવામાં આવ્યાં છે.
 • તો સચિન પાયલટ અને તેમના સમર્થક વિધાયક માનેસરની હોટલમાં રોકાયા છે.
 • જવાબમાં પાયલટ જૂથ તરફથી પણ ગઈ કાલે સાંજે એક વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો. 
 • સચિન પાયલટ જૂથના વિધાયકોનો જે વીડિયો છે, તેમાં આ વિધાયકો જોવા મળ્યા છે. 

1. વિશ્વેન્દ્ર સિંહ

2. હરીશ મિણા

3. જીઆર ખટાણા

4. સુરેશ મોદી

5. ઈન્દ્રાજ ગુર્જર

6. રાકેશ પારીક

7. મુકેશ ભાકર

8. રામનિવાસ ગાવડિયા

9. વેદ પ્રકાશ સોલંકી

10. વૃજેન્દ્ર ઓલા

11. દીપેન્દ્ર સિંહ શેખાવત

 • બાકીના વિધાયકો કોઈ અન્ય જગ્યાએ દિલ્હી-એનસીઆરમાં જ હાજર છે.
 • સચિન પાયલના નીકટના લોકો હજુ પણ 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યાં છે.
 • સચિન જૂથનો એવો પણ દાવો છે કે આ 30 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના છે.
 • અપક્ષો તેમા સા્મેલ નથી. એટલે કે સચિન જૂથ 13 અપક્ષ ધારાસભ્યોના પણ સંપર્કમાં છે.
 • જો કે 13માંથી 3ને તો પહેલેથી જ અશોક ગેહલોતે કાઢી મૂક્યા છે.
 • રાજસ્થાનમાં પ્રદેશ અધ્યક્ષ સચિન સાથે યુથ કોંગ્રેસના અધ્યક્ષ, NSUIના અધ્યક્ષ અને પ્રદેશ સેવા દળના અધ્યક્ષ બધા ગેહલોતથી નારાજ છે.
 • તેમજ રાષ્ટ્રીય નેતાઓના સંપર્કમાં પણ નથી. 
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures