Sachin Pilot

  • કોંગ્રેસમાં Sachin Pilot (સચિન પાયલટ) ને મનાવવા માટે પ્રયાસો ચાલુ છે.
  • સોમવારે વિધાનસભા પક્ષની બેઠક બાદ સીએમ અશોક ગેહલોતે ‘વિજય’ હોવાનો દાવો કર્યો હતો.
  • તેને ડેપ્યુટી સીએમ પાયલટે નકારી દીધી હતી અને તેમણે કહ્યું કે બહુમતી તેમની પાસે નથી.
  • પાયલટે વિધાનસભા પક્ષની બેઠકના પરિણામ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
  • તેમણે સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ પોતાની વાત પર અડગ છે અને બળવાખોર વલણ અપનાવ્યા બાદ સમાધાન કરવા તૈયાર નથી.
  • Sachin Pilot અને તેના છાવણીના ધારાસભ્યો તે બેઠકમાં હાજર ન હતા.
  • રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અહેમદ પટેલ, પી.ચિદમ્બરમ અને કેસી વેણુગોપાલ જેવા વરિષ્ઠ નેતાઓએ પાઇલટ સાથે વાત કરી અને તેમને જયપુર પાછા આવવાનું કહ્યું.
  • પરંતુ પાઇલટે સ્પષ્ટ કહી દીધું હતું કે તેમને બધા જવાબો જોઇએ છે.
  • રાજસ્થાનની અશોક ગેહલોત સરકારને કોઈ સંકટ ન આવે તે માટે વરિષ્ઠ નેતાઓ સતત પ્રયાસો કરી રહ્યા છે.
  • પરંતુ પાર્ટીનો એક વર્ગ એમ પણ માની રહ્યો છે કે પાયલટ (Sachin Pilot) ના નખરા સમય પસાર કરવાનો જુગાડ છે.
  • જેથી બળવાખોર ધારાસભ્યોની યાદીમાં વધુ વધારો કરી શકાય.
  • કોંગ્રેસના નેતાઓને લાગે છે કે પાયલટ પાસે પૂરતું સંખ્યા બળ નથી છતાં પણ તેઓ BJP ની મદદથી ગેહલોતની વિરુદ્ધ ખેમાબંધી કરી શકે છે.
  • આમ કરીને, તેઓ રાજકીય સંકટની વચ્ચે બળવાખોર ધારાસભ્યોની સંખ્યામાં વધારો કરશે.
  • જોકે પાયલટ (Sachin Pilot) કેમ્પે આવી કોઇપણ શક્યતાને નકારી દીધી હતી.
  • વરિષ્ઠ ધારાસભ્ય હેમારામ ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે ભાજપ સાથે તેમને કંઈ લેવાદેવા નથી.
  • ચૌધરીએ કહ્યું કે તેઓ તેમની માંગણીઓ પર અડગ છે અને જયપુરમાં નેતૃત્વમાં પરિવર્તન ‘કોંગ્રેસના હિત’ છે.
  • જોકે, Sachin Pilot એ સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ વિકલ્પોને નકારી રહ્યા નથી.
  • પરંતુ કોંગ્રેસમાં કેટલાક લોકોને લાગી રહ્યું છે કે કદાચ પાયલટને વધુ પડતાં જ દબાવામાં આવ્યા.
  • પાયલટ આ બધાથી પરેશાન નથી.
  • તેમના સૂત્રો એક આરટીઆઈ અરજી તરફ ઇશારો કરે છે જેમાં દર્શાવવામાં આવ્યું કે મુખ્યમંત્રીથી સંબંધિત પબ્લિસિટી અને જાહેરાતો પર 25 કરોડ રૂપિયા ખર્ચવા કરવામાં આવ્યો જ્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી માટે એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી.
  • પાયલટના એક નજીકના એ કહ્યું કે આ બતાવે છે કે હાલના નેતૃત્વમાં વસ્તુઓ કેવી થઈ રહી છે.
  • કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે પાયલટે 30 ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો હોવા છતાં તેમની પાસે માત્ર 21 છે.
  • તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે પાયલટ ભાજપ સાથે સોદો કરી ચૂકયા છે.
  • જો પાયલટ ભાજપમાં જોડાતા નથી, તો તેમની પાસે પ્રાદેશિક પક્ષ બનાવવાનો વિકલ્પ પણ છે. અથવા તેઓ કોંગ્રેસમાં પણ રહી શકે છે.
  • જો તે કોંગ્રેસમાં રહેશે તો તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં સ્થાન આપવામાં આવશે, પરંતુ શકય છે કે તેમને રાજસ્થાનથી બહાર જવું પડી શકે.
  • કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે પાર્ટી નેતૃત્વ પર એ વાતનું ધ્યાન રાખવાનું દબાણ છે કે પાયલટ એ ભાજપની સાથે સોદો કરી દીધો છે અને સરકાર તોડવાની કોશિષ કરી.
  • જો કે પાર્ટીના પોતાના મોટા ચહેરાને ગુમાવા માંગતી નથી.
  • તે પહેલેથી જ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા નેતાઓને બળવો કરતી જોઇ ચૂકી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024