જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગયા વર્ષે આતંકી હુમલામાં શહીદ રાઇફલમેન ઔરંગઝેબના બે નાના ભાઈ પણ હવે સેનામાં સામેલ થઈ ગયા છે. મોહમ્મદ તારિક અને મોહમ્મદ શબ્બીરે સોમવારે રાજૌરોમાં 10 નવા જવાનોની સાથે ઇનરોલમેન્ટ પરેડમાં ભાગ લીધો.

ત્યારબાદ ઔરંગઝેબના બંને ભાઈઓએ એક ટીવી ચેનલ સાથે વાતચીત કરી. આ દરમિયાન તેઓએ કહ્યું કે, પોતાના પ્રદેશ અને હિન્દુસ્તાનને બચાવવા અને પોતાના ભાઈનો બદલો લેવા માટે અમે સેનામાં ભરતી થયા છીએ.

ઇનરોલમેન્ટ પરેડમાં ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફે પણ પહોંચ્યા હતા. તેઓએ આ અવસરે કહ્યું કે, મારા દીકરાને આતંકવાદીઓએ કપટ કરીને માર્યો. જો તે લડીને મરતો તો કોઈ દુ:ખ નહોતું, તેને કપટતાથી મારવામાં આવ્યો.

મોહમ્મદ હનીફે વધુમાં કહ્યું કે, બંને દીકરાઓની સેનામાં ભરતી પર ગર્વથી છાતી ફુલાઈ રહી છે, પરંતુ હૃદયમાં જખમ પણ છે. મારું દિલ કહે છે કે તે દુશ્મનો સામે હું જાતે લડું, જેઓએ મારી દીકરાને માર્યો. તેઓ આગળ કહે છે કે, બંને દીકરા ઔરંગઝેબની હત્યાનો બદલો લેશે.

દેશ માટે જીવ આપવામાં પાછળ નહીં હટીએ – ઔરંગઝેબના નાના ભાઈ મોહમ્મદ તારીકે કહ્યું કે, અમારા ભાઈએ વતન માટે જીવ આપ્યો અને રેજિમેન્ટનું નામ ઊંચું કર્યુ. તેવી જ રીતે અમે પણ સારું કામ કરીશું અને ભાઈની જેમ જ દેશ માટે જીવ આપવામાં પાછળ નહીં હટીએ.

ઔરંગઝેલ સાથે શું થયું હતું? – ગયા વર્ષે 14 જૂને પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં આતંકવાદીઓએ 44 રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન ઔરંગઝેબનું અપહરણ કર્યુ હતું. ત્યારે તે પુંછ જિલ્લામાં પોતાના પરિવારની સાથે ઈદ ઉજવવા જઈ રહ્યો હતો. તેમનો ગોળીઓથી છિન્ન થયેલો મૃતદેહ બીજા દિવસે પુલવામાની પાસે મળ્યું હતું.

એક ભાઈ પહેલાથી સેનામાં – શહીદ ઔરંગઝેબનો મોટો ભાઈ મોહમ્મદ કાસિમ પહેલાથી જ સેનામાં છે. તે લગભગ 12 વર્ષથી સેનામાં સેવાઓ આપી રહ્યો છે.

હવે શહીદ ઔરંગઝેબના બે ભાઈ તારિક અને શબ્બીર સેનામાં સિપાહી તરીકે ભરતી થઈ ચૂક્યા છે. બંને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને આતંક વિરોધી અભિયાનમાં ઉતારવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.