Porbandar : સસ્તા અનાજ કેન્દ્ર દ્રારા આપવામા આવતા ચોખા બારોબાર વહેચી મારવાનો પોરબંદર એલસીબી એ પર્દાફાશ કર્યો હતો અને ચોખાનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં કુલ દસ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધવામા આવી હતી. તે પૈકી ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને તેમના બે દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા. તે પૂર્ણ થતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
મળતી માહિતી મુજબ કુતિયાણાનાં દેવાંગી હોટેલ સામે આવેલા દેવાંગી વે-બ્રિજ પાસે ટ્રક નં. જીજ.રપ.યુ.૩૬૮૦ માં અનાજનો જથ્થો ભરેલો હતો અને આ જથ્થો સસ્તા અનાજનાં કેન્દ્રનો હોવાની હકીકત એલસીબીનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉદયભાઈ વરૂને મળી હતી. જેનાં આધારે તપાસ કરતા આ ટ્રકમાંથી સરકાર માન્ય સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી રાશનકાર્ડ ધારકોને આપવામાં આવતા ચોખાના પ્લાસ્ટિકનાં ૪રર કટ્ટા કુલ વજન ર૪ ટન કિંમત રૂા.૬,૭ર,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો.
આ મુદ્દામાલનાં ચોખા અલગ-અલગ ઠાઠા રિક્ષાવાળા ફેરીયા કિશોર ભરતભાઈ વડાલીયા અને સંજયકુમાર શંકરભાઈ માવ દ્વારા એક અજાણ્યા શખ્સ પાસેથી કમીશનથી મેળવી આર્થિક ફાયદા માટે મંગા ઉર્ફે બાપુ ગૌસ્વામી તથા અનીલ મંગા ગૌસ્વામી પાસેથી અજય ઉર્ફે અજાે મોહનભાઈ ચૌહાણ, નાગાજણ લખમણ ઓડેદરા, અને હિતેષ વાઢેર કમીશનથી મેળવી આ ચોખા ટ્રક નં. જીજ.રપ.યુ.૩૬૮૦ નાં ડ્રાઈવર કિશોર ભરતભાઈ વડાલીયાને આપ્યો હતો.
આ જથ્થો ગાંધીધામના આશાપુરા ચોખા મીલના માલીકને પહોંચાડવાનો હતો. આ બનાવમાં કુતિયાણા પોલીસે , નાગાજણ લખમણ ઓડેદરા, હિતેશ હરદાસ વાઢેર, ધ્રવીકગીરી યોગેશગીરી અપારનાથી અને અજય ઉર્ફે અજાે મહોનભાઈ ચૈાહાણ નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા અને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તે પૂર્ણ થતા આરોપીઓને કોર્ટે જેલહવાલે કરવા હુકમ કર્યો છે. જ્યારે બાકી રહેતા અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans